વડાપ્રધાન મોદીએ કોરોના વેક્સિન લેતાં જ ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાક્યુદ્ધ શરૂ

ભારત બાયોટેકની સ્વદેશી કોરોના વેક્સીન કોવેક્સીન પર વિપક્ષોએ તાજેતરમાં સવાલો ઉઠાવ્યા હતા. જોકે પીએમ મોદીએ આજે આ જ વેક્સીન મુકાવી છે ત્યારે તેના પર કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ નિવેદન આપ્યુ છે.

અધીર રંજન ચૌધરીએ કહૃાુ હતુ કે, કદાચ વૈજ્ઞાનિકોએ પીએમ મોદીને ખાતરી આપી હશે કે હવે કોવેક્સીન લગાવવામાં કોઈ જોખમ નથી અને એટલે જ પીએમ મોદીએ હવે રસી મુકાવી છે.

જોકે ચૌધરીએ કહૃાુ હતુ કે, અમે કોવેક્સીન અંગે અમારા તરફથી કોઈ અભિપ્રાય આપ્યો નહોતો. સરકારી કમિટીએ તેનો વિરોધ કર્યો હતો. સરકાર દ્વારા બનાવાયેલી કમિટીના રિપોર્ટમાં કોવેક્સીન અંગે સવાલ ઉઠાવાયો હતો. દિલ્હીમાં એક ડોક્ટરે તેને નકારી પણ કાઢી હતી. હવે કદાચ વૈજ્ઞાનિકોએ કહૃાુ હશે કે, વેક્સીનથી હવે કોઈ ખતરો નથી એટલે પીએમ મોદીએ વેક્સીન લીધી હતી. અમારી પાર્ટીના કોઈ નેતાએ કે સાંસદે એમ પણ કહૃાુ નથી કે, અમારે પહેલી વેક્સીન લેવી જરુરી છે અથવા તો અમને પહેલા બચાવો.

આ પહેલા કોંગ્રેસના બીજા નેતાઓ મનિષ તિવારી અને શશી થરુરે પણ વેક્સીન પર સવાલો ઉઠાવ્યા હતા. થરુરે કહૃાુ હતુ કે, કોવેક્સીનને તો ત્રીજી ટ્રાયલ વગર જ ઉપયોગ માટે મંજૂરી આપી દેવાઈ છે.

ભાજપે કહૃાું કે કોંગ્રેસનું કામ જ ખોટું બોલવાનું છે

ભાજપ નેતા અને કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહે તેમના પર પલટવાર કરતા કહૃાું કે આપણા વિજ્ઞાનીઓએ જે દિવસે કોરોના વેક્સિન લોન્ચ કરી ત્યારે પણ વિવાદ શરુ કર્યો હતો અને આજે જ્યારે વડાપ્રધાને કોરોના વેક્સિન લીધી ત્યારે પણ વિવાદ કરવાના પ્રયાસ થઇ રહૃાા છે. ખોટું બોલવાની કોંગ્રસેની આદત છે.

તેમણે આગળ કહૃાું કે કોંગ્રેસે બાલાકોટ એરસ્ટ્રાઇક પર ખોટું બોલી, રસી આવી ત્યારે ખોટું બોલી અને હવે જ્યારે વડાપ્રધાને કોરોના રસી લીધી ત્યારે પણ ખોટું બોલી રહી છે. તેમના ડીએનએમાં જ ખોટું બોલવાનું છે.