વડાપ્રધાન મોદીએ જોયું ફિલ્મ ’’રોકેટ્રી: ધ નંબી ઇફેક્ટ’’નું ટ્રેલર, માધવને શેર કરી તસવીરો

અભિનેતા આર માધવનની આગામી ફિલ્મ  ધ નંબી ઇફેક્ટ” ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું હતું. ટ્રેલરને સોશિયલ મીડિયા યુઝર્સે ખૂબ જ પસંદ કર્યું હતું અને ખુબ વખાણ્યું પણ છે. આર માધવનના અભિનય સહિત આ આખા ટ્રેલરને સારો રિસ્પોન્સ મળ્યો હતો. આ દરમિયાન માધવને હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની બેઠકની કેટલીક તસવીરો શેર કરી છે.

આર માધવને સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરોમાં પીએમ નરેન્દ્ર મોદી અને નંબી નારાયણ આર માધવન સાથે જોવા મળી રહૃાા છે. માધવને ફોટાની સાથે કેપ્શનમાં લખ્યું છે કે,  અઠવાડિયા પહેલા એરોસ્પેસ એન્જિનિયર નંબી નારાયણ અને મને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની તક મળી.”

માધવને તેની પોસ્ટમાં વધુમાં જણાવ્યું છે કે, ‘અમે Rocketrythefilm પર વાતચીત કરી હતી. ફિલ્મની ક્લિપ્સમાં અને નંબી જી સાથે થયેલા ખરાબ ર્વ્યવહારને જોઈને PM મોદીએ આપેલી પ્રતિક્રિયા અમારા દયને સ્પર્શી ગઈ. આ સન્માન બદલ આભાર સર. માધવનના પીએમ મોદી સાથે આ ફોટાઓ ઝડપથી વાયરલ થઈ રહૃાા છે.

વડાપ્રધાન મોદીએ તેમના ટ્વિટમાં લખ્યું, ‘તમને (માધવન) અને પ્રતિભાશાળી નંબી નારાયણ જીને મળીને આનંદ થયો. આ ફિલ્મ એક મહત્વપૂર્ણ વિષયને આવરે છે, જેના વિશે વધુ લોકોએ જાણવું જોઈએ. આપણા વૈજ્ઞાનિકો અને ટેકનિશિયનોએ આપણા દેશ માટે ખૂબ બલિદાન આપ્યા છે, જેની ઝલક હું Rocketry ની ક્લિપમાં જોઈ શકું છું. ‘

છેવટે, ૧ એપ્રિલે આ ફિલ્મનું ટ્રેલર કેમ રજૂ થયું? આ સવાલનો જવાબ પણ માધવને આપી દીધો છે. માધવને આ સવાલનો જવાબ આપતા કહૃાું હારું કે,  સરે એક વાર કહૃાું હતું કે, કેટલા મૂર્ખ લોકો હશે જે મારા જેમ આમ દેશભક્તિ રાખતા હશે. હવે તેઓની વાત સાંભળ્યા પછી, નિર્ણય લેવામાં આવ્યો કે અમારી ફિલ્મ દ્વારા, દરેક ફૂલ (મૂર્ખ) ને એક ટ્રીબ્યુટ આપવામાં આવે, જેની દેશભક્તિ બીજા કરતા જુદી હતી, જેનું કાર્ય ઉત્તમ હતું.