વડાપ્રધાન મોદીએ ’ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના’ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કૉન્ફ્રેસિંગના માધ્યમથી ઉત્તરપ્રદેશના ’ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના ’ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ હાજર રહૃાા હતા.
પીએમે કહૃાું કે, ઉત્તરપ્રદેશની અર્થવ્યવસ્થામાં સ્ટ્રીટ વેંડર્સ મોટી ભુમિકામાં છે. યૂપીથી જે પલાયન થાય છે. તેને ઓછું કરવા માટે સ્ટ્રીટ ટ્રેકના વ્યવસાયની મોટી ભુમિકા છે. આ માટે ’ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના ’નો લાભ પહોંચાડવા માટે યૂપી આજે સમગ્ર દેશમાં નંબર વન પર છે.
આજે આપણો દેશ સ્ટ્રીટ-ટ્રેકના લોકો ફરી કામ કરી શકયા છે.આત્મનિર્ભર થઈ આગળ વધી રહૃાા છે. ૧ જૂનના ’ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના ’ ને શરુ કરવામાં આવી હતી. ૨ જુલાઈના રોજ ઑનલાઈન પૉર્ટલ પર આવેદન શરુ થયા હતા.યોજના પર આટલી મોટી ગતિ દેશ પ્રથમ વખત જોય રહૃાું છે.
મોદીએ કહૃાું કે, મારા ગરીબ ભાઈ બહેનોને કઈ રીતે ઓછી મુશ્કેલીઓ ઉઠાવવી પડે, સરકારના બધા પ્રયાસોમાં કેન્દ્રમાં આ ચિંતા હતા. આ વિચાર સાથે દેશના ૧ લાખ ૭૦ હજાર કરોડ ગરીબ કલ્યાણ યોજના શરુ કરી હતી.આજના દિવસે ભારત માટે મહ્ત્વપૂર્ણ છે. મુશ્કેલભરી પરિસ્થિતિઓનો પણ દેશ મુકાબલો કઈ રીતે કરે છે. તે આજના દિવસનો સાક્ષી છે. કોરોના સંકટે જ્યારે દુનિયા પર હુમલો કર્યો ત્યારે ભારતના ગરીબોથી લઈ તમામ આકાંક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વડાપ્રધાને સંબોધનમાં કહૃાું કે, અમારા રેહડી-પટરી વાળાની મહેનતથી દેશ આગળ વધે છે. આ લોકો આજે સરકારનો ધન્યવાદ આપી રહૃાા છે પરંતુ હું આ શ્રેય સૌથી પહેલા બેંકના કર્મચારીઓની મહેનતને આપું છુ. બેંકના કર્મચારીની સેવા વગર આ કાર્ય ન થઈ શકે. વડાપ્રધાને કહૃાું કે, હું ’ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના ’ના લાભાર્થીઓ સાથે સંવાદ કરતા અનુભવ કર્યો કે, સૌ લોકોને ખુશી પણ છે અને આશ્ર્ચર્ય પણ છે. પહેલા તો નોકરી વાળાને લોન લેવા માટે બેંકના ચક્કર લગાવવા પડતા હતા. ગરીબ લોકો તો બેંકની અંદર જવાનું પણ વિચારી શક્તો ન હતો, પરંતુ આજે બેંક ખુદ તેમની પાસે આવી રહી છે.