વડાપ્રધાન મોદીએ મોઢેરાના સૂર્યમંદિરનો વીડિયો શેર કર્યો

ગુજરાતમાં સતત થઈ રહેલા વરસાદના કારણે નદીઓ તોફાને ચડી છે. દરેક સ્થળે પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે. તમામ તકલીફો વચ્ચે એક શાંતિ આપનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યો છે. વરસાદની વચ્ચે મોઢેરાના સૂર્ય મંદિરનો એક આહ્લાદક નજારો જોવા મળ્યો.
મોઢેરાના સૂર્ય મંદિરનો વીડિયો ટ્વીટ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યુ કે મોઢેરાનું પ્રતિષ્ઠિત સૂર્ય મંદિર વરસાદના કારણે શાનદૃાર જોવા મળી રહૃાુ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના કેટલાક જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી સતત વરસાદ વરસી રહૃાો છે. રાજ્યના કેટલાક જિલ્લામાં ડેમ ઓવરલો થઈ ચૂક્યા છે. પરિસ્થિતિ બગડ્યા બાદ જળાશયોના દરવાજા ખોલવામાં આવી રહૃાા છે.