વડાપ્રધાન મોદીએ હીટવેવ અને ચોમાસાની તૈયારી માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હીટ વેવ મેનેજમેન્ટ અને ચોમાસાની તૈયારી સંબંધિત પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હીટ વેવ મેનેજમેન્ટ અને ચોમાસાની તૈયારીને લગતી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મીિંટગ દરમિયાન, IMD અને NDMAએ સમગ્ર દૃેશમાં માર્ચ-મે ૨૦૨૨માં ઊંચા તાપમાનની દ્રઢતા વિશે માહિતી આપી હતી. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદૃેશોને રાજ્ય, જિલ્લા અને શહેર સ્તરે પ્રમાણભૂત પ્રતિસાદ તરીકે હીટ એક્શન પ્લાન તૈયાર કરવાની સલાહ આપવામાં આવી છે. દક્ષિણ-પશ્ર્ચિમ ચોમાસાની તૈયારી અંગે, તમામ રાજ્યોને ’પૂર સામેની તૈયારી યોજનાઓ’ બનાવવા અને યોગ્ય તૈયારીના પગલાં હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. એનડીઆરએફને પૂર પ્રભાવિત રાજ્યોમાં તેની તૈનાતી યોજના વિકસાવવાની સલાહ આપવામાં આવી છે. સમુદૃાયોની સંવેદનશીલતા માટે સોશિયલ મીડિયાનો સક્રિય ઉપયોગ વ્યાપકપણે અપનાવવો પડશે. પ્રધાનમંત્રીએ અવલોકન કર્યું હતું કે ગરમીના મોજા અથવા આગની ઘટનાને કારણે થતા મૃત્યુને ટાળવા માટે આપણે તમામ પગલાં લેવાની જરૂર છે અને ઉમેર્યું કે આવી કોઈપણ ઘટનાઓ પ્રત્યે આપણો પ્રતિભાવ સમય ન્યૂનતમ હોવો જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વધતા તાપમાનને ધ્યાનમાં રાખીને, નિયમિત હોસ્પિટલ ફાયર સેટીનું ઓડિટ કરવાની જરૂર છે. પ્રધાનમંત્રીએ આગના જોખમો સામે દૃેશની વિવિધ વન ઇકોસિસ્ટમમાં જંગલોની ભેદ્યતાને નોંધપાત્ર રીતે ઘટાડવા, સંભવિત આગની સમયસર શોધ કરવા અને આગ સામે લડવા માટે અને આગની ઘટના પછી પુન:પ્રાપ્તિ માટે વન કર્મચારીઓ અને સંસ્થાઓની ક્ષમતાઓને વધારવા માટે કામ કરવાની જરૂરિયાત વિશે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ નિર્દૃેશ આપ્યો કે આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને, દૃૂષિતતા અને પરિણામે પાણીજન્ય રોગોના ફેલાવાને ટાળવા માટે પીવાના પાણીની ગુણવત્તા પર દૃેખરેખ રાખવાની વ્યવસ્થા સુનિશ્ર્ચિત કરવાની જરૂર છે. ગરમીની લહેર અને આગામી ચોમાસાના પગલે કોઈપણ ઘટનાઓ માટે તમામ પ્રણાલીઓની સજ્જતા સુનિશ્ર્ચિત કરવા કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ વચ્ચે અસરકારક સંકલનની જરૂરિયાત અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રીના અગ્ર સચિવ, પ્રધાનમંત્રીના સલાહકારો, કેબિનેટ સચિવ, ગૃહ મંત્રાલયના સચિવો, આરોગ્ય, જલ શક્તિ, સભ્ય NDMA, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના DGs અને ભારતીય હવામાન વિભાગ અને ડીજી એનડીઆરએફ આ બેઠકમાં ઉપસ્થિત રહૃાા હતાં.