વડાપ્રધાન મોદીના માતા હિરાબાએ કોરોના વેક્સિન લીધી

  • ખુદ વડાપ્રધાને ટ્વિટ કરી માહિતી આપી

 

હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોનાની વેક્સિન લીધી હતી. જે બાદ હવે પ્રધાનમંત્રીના માતા હીરાબાએ પણ કોરોનાની વેક્સિન લીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી હતી. અને અન્ય લોકોને પણ કોરોના વેક્સિન લેવા માટે અપીલ કરી હતી.

પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, મને જણાવીને આનંદ થાય છે કે આજે મારી માતાએ કોવિડ-૧૯ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. હું તમામને વિનંતી કરવા માગું છું કે જે લોકો વેક્સિન માટે લાયક છે તેમની મદદ કરો અને તેમને વેક્સિન લેવા માટે પ્રેરણા આપો.

ગુજરાત સહિત દેશભરમાં ૧ માર્ચથી ૬૦ વર્ષથી વધુ વયનાં અને ૪૫ વર્ષથી મોટી ઉંમરના લોકો કે જેઓને ગંભીર બીમારીઓ છે તેઓને કોરોના રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ તબક્કામાં પીએમ નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોિંવદ સહિતનાં અનેક દિગ્ગજોએ કોરોનાની રસી લીધી છે. અને દર વખતની જેમ આ વખતે પણ માતા હીરાબાએ પોતાના પુત્રને સપોર્ટ કરતાં કોરોનાની રસી લીધી છે.