વડાપ્રધાન મોદીની અમદાવાદ-સુરતને ‘મેટ્રોની ગિટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતના વધુ બે મહત્વના પ્રોજેકટનું શિલાન્યાસ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેકટ અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું દિલ્લી ખાતેથી વર્ચ્યુલ શિલાન્યાસ કરવામાં આવ્યું. અમદાવાદ ફેઝ ૨ના મેટ્રોના કામનું ખાતમુહૂર્ત થયુ જે મોટેરાથી ગાંધીનગરને જોડશે. આ પ્રસંગે માનનીય રાજયપાલ  આચાર્ય દેવવ્રત, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભારતના  ગૃહમંત્રી  અમિત શાહ, ભારતના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) ડો.હરદીપ સિંઘ પુરી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી  નીતિન પટેલ વગેરે ઉપસ્થિત રહૃાા હતા.

પીએમ મોદીએ ગુજરાતીમાં પોતાનું સંબોધન શરૂ કરતા જણાવ્યું કે, અમદાવાદ અને સુરતના બધા લોકો ઊંધિયા અને જલેબીમાંથી હવે નવરા પડ્યા હશે. તેમણે વધુમાં જણાવ્યું કે, આજે ઉત્તરાયણની શરૂઆતમાં આજે અમદાવાદ અને સુરતમાં, મોટા વેપારી શહેરોમાં મેટ્રો કનેક્ટિવિટીને મજબૂત કરવાનું કામ કરશે. કાલે કેવડિયા માટે નવા રેલ માર્ગો અને ટ્રેનોની શરૂઆત કરી. આ શુભારંભ માટે હું ગુજરાતનાં લોકોને ઘણી શુભેચ્છાઓ આપુ છું. આજે ૧૭ હજાર કરોડ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ શરૂ થઇ રહૃાું છે. જે બતાવે છે કે કોરોનાના આ કાળમાં પણ દેશનાન નવા ઇન્ફ્ર્રાસ્ટ્ર્ક્ચરના કામ સતત વધી રહૃાા છે.

અમદાવાદ અને સુરત બંન્ને ગુજરાત અને ભારતનાં આત્મનિર્ભર્તાને સશ્ક્ત કરતા શહેરો છે. મને યાદ છે કે, જ્યારે અમદાવાદમાં મેટ્રોની શરૂઆત થઇ હતી તે ઘણો જ મૂલ્યવાન પળ હતો. લોકોના ચહેરા પર ખુશી હતી. લોકો આ જોવા માટે ધાબા પર ચઢી ગયા હતા. આ કદાચ જ કોઇ ભૂલી શકે છે. અમદાવાદની ઓળખે મેટ્રો સાથે જોડાયુ છે. મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર નિર્માણ કરવામાં આવશે, તો ગુજરાત નેશનલ લો યુની. થી ગિટ સીટી ને જોડાશે. જેનો લાભ લાખો લોકોને મળશે. અમદાવાદ બાદ સુરત બીજુ એવું શહેર છે જે મેટ્રોથી જોડાશે. સુરતમાં મેટ્રો નેટવર્ક એક રીતે સમગ્ર શહેરના મહત્વપૂર્ણ વેપારી કેન્દ્રને જોડશે. આજે આપણે શહેરોના પરિવહનને એકીકૃત સિસ્ટમ તરીકે વિકસાવી રહૃાા છીએ. એટલે કે એટલે કે, બસ, મેટ્રો, રેલ એ બધા પોતપોતાની રીત પ્રમાણે ન ચાલવા જોઈએ, પરંતુ સામૂહિક પ્રણાલી તરીકે કામ કરવું જોઈએ, એક બીજાને પૂરક બનાવશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આજે સુરતની આબાદીને જોઇએ તો દેશનું આઠમું મોટું શહેર છે. જ્યારે દુનિયાનું ચોથુ સૌથી ઝડપી વિકસિત થતું શહેર છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતના શહેરો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વર્ષોથી અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી છે. ખાસ કરીને ગામમાં છેલ્લા બે દાયકામાં માર્ગ, વીજળી અને પાણીની સ્થિતિમાં સુધારો થયો છે. ગુજરાતની વિકાસયાત્રામાં તે ખૂબ જ મહત્વપૂર્ણ અધ્યાય છે.

પીએમ મોદીએ જણાવ્યું કે, છેલ્લા ૬ વર્ષમાં દેશમાં આરોગ્ય સેવાઓ સંબંધિત યોજનાઓ શરૂ થઈ છે, ગુજરાતને પણ ખૂબ વ્યાપકપણે આ લાભ મળી રહૃાો છે. આયુષ્માન ભારત યોજના અંતર્ગત ગુજરાતના ૨૧ લાખ લોકોને નિ: શુલ્ક સારવાર મળી છે.

આપણામાંના મોટા ભાગના લોકોએ તે સમય જોયો છે જ્યારે ટ્રેન અને ટેક્ધર દ્વારા ગુજરાતના ગામડાઓમાં પાણી પહોંચાડવું પડતુ હતું. હવે ગુજરાતના દરેક ગામમાં પાણી પહોંચ્યું છે. એટલું જ નહીં, હવે લગભગ ૮૦% ઘરોમાં નળમાંથી પાણી મળી રહૃાું છે. જળ જીવન મિશન અંતર્ગત રાજ્યમાં ૧૦ લાખ નવા જળ જોડાણો પૂરા પાડવામાં આવ્યા છે. નળમાંથી પાણી ખૂબ જ જલ્દૃીથી ગુજરાતના દરેક ઘરે પહોંચશે.

સિંચાઈ માટે, આજે ગુજરાતના એવા વિસ્તારોમાં પણ પાણી પહોંચ્યું છે, જ્યાં એક સમયે સિંચાઇ સુવિધા અશક્ય માનવામાં આવતી હતી. તે સરદાર સરોવર ડેમ, સોની યોજના, વોટર ગ્રીડનું નેટવર્કના કારણે. ગુજરાતના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોને લીલોતરી આપવા માટે વિસ્તૃત કામગીરી કરવામાં આવી છે.

અમદાવાદ-સુરત મેટ્રો ટ્રેન વિશે:-

ફેઝ ૨માં કુલ ૨૨ એલિવેટેડ મેટ્રો સ્ટેશન હશે

મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર ૨૨.૮ કિમિનું નિર્માણ કરવામાં આવશે. તો ગુજરાત નેશનલ લો યુની. થી ગિટ સીટીને જોડાશે. જેનું અંતર ૫.૪ કિમિ રહેશે. ફેઝ ૨માં કુલ ૨૨ એલિવેટેડ મેટ્રો સ્ટેશન હશે. ભવિષ્યમાં સરદાર પટેલ અંતરરાષ્ટ્રીય હવાઈ મથકને જોડવાની જોગવાઈ પણ આ પ્રોજેકટમાં જોવા મળે છે. તો  સુરતના મેટ્રો કામનું પણ શિલાન્યાસ કરવામાં આવ્યું. પ્રથમ તબક્કામાં ૪૦ કિમિના બે તબક્કા રહેશે. કોરિડોર ૧ સરથાણાથી ડ્રિમ સીટી ૧૫.૧૪ કિમિ જેમાં ૧૪ એલિવેટેડ તો ૬ ભૂગર્ભ સ્ટેશન હશે. કોરિડોર ૨ ભેસાણથી સરોલી ૧૮.૭૪ કિમિનો જેમાં ૧૮ એલિવેટેડ સ્ટેશન રહેશે.

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટની કુલ લંબાઈ ૪૦, ૦૩ કિ.મી છે

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ -૨અમદાવાદ પૈટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-૨ એ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-૧નું વિસ્તરણ છે. જે અમદાવાદને ગાંધીનગર સાથે જોડે છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટની કુલ લંબાઈ ૪૦, ૦૩ કિ.મી. છે જેમાંથી ૬.૫ કિ.મી. લંબાઈના મેટ્રો ટ્રેનની સુવિધા માર્ચ ૨૦૧૯થી જ કાર્યરત છે અને બાકી રહેલ ૩૩.૫ કિ.મી.ની કામગીરી ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી સાથે ઓગસ્ટ, ૨૦૨૨ સુધીમાં પૂર્ણ થવાનું આયોજન છે. ફેઝ-૨ના કોરિડોર-૧ની લંબાઈ મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધીના ૨૨.૮ કિલોમીટરની છે. અને ભવિષ્યમાં સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકને જોડાય તે માટેની જોગવાઈ રાખેલ છે.  મોટેરા સ્ટેડીયમથી મહાત્મા મંદિર એલિવેટેડ કોરિડોરમાં ૨૦ એલિવેટેડ સ્ટેશનો છે, જી, એન.એલ.યુ. થી ગીટ સીટી સુધીની ૨ એલિવેટેડ સ્ટેશન સાથે કોરિડોર-૨ ની લંબાઈ ૫.૪ કિલોમીટર છે, જેમાં જી.એન.એલ.યુ. પાસે મેટ્રો ટ્રેન ઇન્ટરચેંજ સુવિધા અને સાબરમતી નદી ઉપર પુલ છે.

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-૨નો કુલ ખર્ચ રૂ.૫,૩૮૪  કરોડ

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-૨નો કુલ ખર્ચ રૂ.૫,૩૮૪  કરોડ છે.અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-૨નો લાભ અમદાવાદ-ગાંધીનગરની ૬૨.૬લાખની વસ્તીને સલામત, સ્વચ્છ, વ્યાજબી અને ઝડપી વાહનવ્યવહાર સુવિધાનો લાભ મળશે.

સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ અંગે મહત્ત્વનું

આશરે ૬૦ લાખની વસ્તી ધરાવતું સુરત એ ભારતનું સૌથી ઝડપથી વિકસતું શહેર છે. વર્તમાન પરિસ્થિતિમાં શહેરમાં કોઈ માસ રેપિડ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ (એમઆરટીએસ) નથી, તેથી ભારત સરકાર તેમજ ગુજરાત સરકારે સુરતમાં એમઆરટીએસ સુવિધા વિકસાવાનું નક્કી કર્યું છે. સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો, બે ફોરિડોર સાથે કુલ ૪૦.૩૫ કિલોમીટરની લંબાઈનો છે. કોરિડોર-૧ ની લંબાઈ ૧.૬૧ કિ.મી. અને કોરિડોર-૨ ની લંબાઈ ૧૮.૭૪ કિ.મી.ની છે જેની યોજનાનો અંદાજિત પૂર્ણ ખર્ચ રૂ. ૧૨,૦૨૦ કરોડનો છે. કોરિડોર-૧ સરથાણાથી ડ્રીમ સિટી સુધીનો છે, જેમાં ૧૪ એલિવેટેડ મેટ્રો સ્ટેશનો અને ૬ ભૂગર્ભ મેટ્રો સ્ટેશનોનો સમાવેશ થાય છે, કૌરિડોર-૨ ભેસાણથી સરોલી સુધીનો છે, જેમાં ૧૮ એલિવેટેડ મેટ્રો સ્ટેશનો છે. હાલમાં ડ્રીમ સિટી ડેપોથી કદરશાની નાલ સુધીના ૯.૮૮ કિ.મી. વાળા કૌરિરિડોર-૧ ની પ્રાધાન્યતા લેવામાં આવી રહી છે જેમાં ૧૦ એલિવેટેડ મૅટ્રો સ્ટેશન છે.