વડાપ્રધાન મોદીને ૧૮ પન્નાનો પત્ર લખી ૧૬ વર્ષીય આંચલે જીવન ટૂંકાવ્યું

સ્વતંત્રતા દિવસના એક દિવસ અગાઉ ઉત્તર પ્રદૃેશના સંભલમાં એક ૧૬ વર્ષીય સગીરાએ આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. આત્મહત્યા કરતા પહેલા તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૧૮ પન્નાનો એક પત્ર લખ્યો હતો. જે વાંચીને સૌ કોઈ આશ્ર્ચર્યમાં ગરકાવ થઈ રહૃાું છે. આ પત્રમાં સગીરાએ પ્રદૃૂષણ, ભ્રષ્ટાચાર અને વૃક્ષોની કાપણી જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો છે.
મંગળવારના રોજ સુસાઈડ નોટ મળી હતી જેમાં આંચલે આવા કેટલાક મુદ્દાઓ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પત્રમાં તેણે વડાપ્રધાન સાથે મુલાકાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેણે વડાપ્રધાન મોદીને દશની વધતી જઈ રહેલી વસતી પર અંકુશ લગાવવા માટે, દીવાળી દરમિયાન ફટાકડાઓ ફોડવા પર પ્રતિબંધ લગાવવા અને હોળીના તહેવાર પર કેમિકલ્સવાળા રંગો પર પ્રતિબંધ લગાવવાનો આગ્રહ કર્યો હતો.
૧૬ વર્ષીય આંચલે પોતાના પત્રમાં લખ્યું છે કે હું વૃદ્ધોને થઈ રહેલી તકલીફોથી પણ પરેશાન છું. હું એ જગ્યા પર નથી રહેવા માગતી જ્યાં બાળક પોતાના માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલતા હોય. પરિવારના સભ્યોએ કહૃાું કે તેમની દીકરીની અંતિમ ઈચ્છા સ્વરૂપે તેણે લખેલા પત્રને વડાપ્રધાન મોદી સુધી પહોંચાડી દૃેવામાં આવે. આંચલના પરિવારે આ માટે પ્રશાસનને અપીલ પણ કરી છે.
આંચલના પિતા એક ખેડૂત છે અને તેમણે કહૃાું કે, સુસાઈડ નોટમાં લખેલી તમામ વાતો તેમની દીકરીની અંતિમ ઈચ્છાઓ છે. અમે ઈચ્છીએ છીએ કે આ પત્ર વડાપ્રધાન મોદી સુધી પહોંચાડી દૃેવામાં આવે.