વડાપ્રધાન મોદી જર્મનીથી યુએઈ જશે

ભારત હિન્દ-પ્રશાંત વિસ્તારની સ્થિતિ વિશે ચર્ચા કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે જર્મનીના બાવેરિયામાં આવેલા શ્લોસ એલ્માઉ પેલેસમાં જી-૭ સમિટમાં ભાગ લેવાના છે. મોદી ય્-૭નાં બે સેશનમાં ભાગ લેશે. શિખર સંમેલનમાં ક્લાઈમેટ, એનર્જી, હેલ્થ અને ફૂડ સિક્યોરિટી એન્ડ ડેન્ડર ઈક્વાલિટીના મુદ્દા પર સૌથી વધારે ફોકસ કરવામાં આવશે. આ સિવાય યુક્રેન-રશિયા યુદ્ધ, હિન્દ-પ્રશાંત વિસ્તારની સ્થિતિ વિશે ભારત શું વિચારે છે એ વિશે ચર્ચા થશે. ત્યાર પછી તેઓ સંયુક્ત આરબ અમીરાતની પણ મુલાકાત લેશે. આ પહેલાં રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ય્-૭ની ૪૮મી શિખર સંમેલનમાં સામેલ થવા માટે જર્મનીના મ્યુનિક પહોંચ્યા હતા. ત્યાં તેમણે ભારતીય સમુદૃાયને સંબોધન કર્યું હતું. મોદીએ કહૃાું હતું- આજે ૨૬ જૂન છે, જે ડેમોક્રેસી માટે ખૂબ મહત્ત્વની છે. આજથી ૪૭ વર્ષ પહેલાં જ આ જ સમયે તે જ ડેમોક્રેસીને બંધક બનાવવા અને એને કચડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ જ દિવસે ડેમોક્રેસી પર ઈમર્જન્સી લગાવવામાં આવી હતી. ત્યાર પછી લોકતંત્રની જીત થઈ હતી. ભારતના લોકોએ લોકતંત્રને કચડવાનો જવાબ લોકતાંત્રિક રીતે આપ્યો હતો. ભારતના દરેક ગામ ખુલ્લા શૌચમાંથી મુક્ત છે. દરેક ગામમાં વીજળી છે. ૯૯ ટકા લોકોની પાસે ક્લીન કૂિંકગ માટે ગેસ છે. દરેક પરિવાર બેકિંગ સાથે જોડાયેલો છે. દરેક ગરીબને પાંચ લાખ રૂપિયાની સારવાર માટે સુવિધા ઉપલબ્ધ છે. ભારતમાં દરેક ૧૦ દિવસમાં એક યુનિકોન બની રહૃાું છે. દર મહિને એવરેજ ૫ હજાર પેટ્રેન ફાઈલ થાય છે. આ લિસ્ટ ઘણું જ લાંબું છે. હું બોલતો જઈશો તો તમારા ડિનરનો સમય થઈ જશે. PM મોદીએ વધુમાં કહૃાું- કોઈ દૃેશ જ્યારે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરે છે તો એનો ઝડપથી વિકાસ થાય છે. ૨૧મી સદીનું ભારત પાછળ નહીં રહે, પરંતુ ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરનાર છે. આઈટી સેક્ટરમાં આપણે ઝંડો લહેરાવ્યો છે. ૪૦ ટકા ડિજિટલ ટ્રાન્ઝેક્શન ભારતમાં થઈ રહૃાાં છે. ભારતમાં ડેટા સૌથી સસ્તા છે. PM મોદી મુખ્યત્વે ય્-૭નાં બે સત્રમાં ભાગ લેશે. PM મોદીએ કહૃાું હતું કે આ સમિટમાં ક્લાઈમેટ, ઊર્જા, સ્વાસ્થ્ય અને ખાદ્ય સુરક્ષા બાબતે સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ સિવાય યુક્રેન-રશિયા યુદ્ધ પર ભારતનું વલણ, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સ્થિતિ પર પણ ચર્ચા થવાની શક્યતા છે.