વડાપ્રધાન મોદી ત્રણ અથવા પાંચ ઓગષ્ટે અયોધ્યાની મુલાકાત લે તેવી શક્યતા

સુપ્રીમ કોર્ટે આપેલા ઐતિહાસિક ચુકાદા બાદ અયોધ્યામાં રામ મંદિર નિર્માણના પ્રારંભની જાહેરાતને ગણતરીના જ દિવસો બાકી છે. અયોધ્યામાં જે ચર્ચાઓ ચાલી રહી છે તે પ્રમાણે પીએમ મોદી ૩ ઓગષ્ટ અથવા પાંચ ઓગસ્ટે અયોધ્યાની મુલાકાત લઈ શકે છે. પીએમ મોદીના હસ્તે જ રામ મંદિરના નિર્માણ માટે ભૂમી પૂજન કરવામાં આવશે.
એવુ મનાઈ રહૃાુ છે કે, રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસજીએ પીએમ મોદીને અયોધ્યાની મુલાકાત લેવા માટે પત્ર લક્યો હતો.જેને પીએમ મોદીએ ગંભીરતાથી લીધો છે.નૃત્ય ગોપાલ દાસજીનો આગ્રહ હતો કે, પીએમ મોદીએ જ મંદિરના નિર્માણ માટે અયોધ્યા આપીવને ભૂમી પૂજન કરવુ જોઈએ.
પીએમ મોદી ની મુલાકાત કોરોનાને ધ્યાનમાં રાખીને સાદગીપૂર્ણ હશે.આ દરમિયાન કેટલાક કેન્દ્રીય મંત્રી ઉપરાંત યુપી સીએમ યોગી આદિત્યનાથ અને રામ મંદિર ટ્રસ્ટ સાથે સંકળાયેલા લોકો અને અયોધ્યાનો સંત સમાજ એમ ગણતરીના લોકો ભૂમી પૂજન માટે હાજ રહેશે.