મેક્સિકન રાષ્ટ્રપતિએ પ્રસ્તાવ આપ્યો કે સર્વોચ્ચ પંચમાં પોપ ફ્રાન્સિસ, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને ભારતીય પ્રધાનમંત્રી મોદીએ સામેલ થવુ જોઈએ. પંચનો ઉદ્દેશ્ય દૃુનિયાભરમાં યુદ્ધોને રોકવા માટે એક પ્રસ્તાવ રજૂ કરવાનો હશે. તેમના પ્રમાણે પંચ યુદ્ધ રોકવા માટે ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે એક સંધિ કરવા માટે સમજુતી કરશે. તેમણે કહૃાું કે કોઈપણ યુદ્ધની સ્થિતિમાં તે ત્રણેય મળશે અને જલદી દરેક જગ્યાએ યુદ્ધને રોકવાનો પ્રસ્તાવ રજૂ કરશે. ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે એક સંધિ કરવા માટે કોઈ સમજુતી પર પહોંચશે. જેથી દૃુનિયાભરની સરકારો પોતાના લોકો, વિશેષ રૂપથી પીડિત લોકોની મદદ કરવા માટે ખુદને સમર્પિત કરી શકે. તેમણે કહૃાું કે પાંચ વર્ષ માટે જો યુદ્ધ રોકવાની સમજુતી થાય તો સરકારો પોતાના લોકોની મદદ માટે કામ કરી શકે છે અને કહી શકે છે કે અમારી પાસે તણાવ વગર, િંહસા વગર અને શાંતિના પાંચ વર્ષ છે. તેમણે યુદ્ધ જેવી કાર્યવાહીઓને સમાપ્ત કરવાનું આહ્વાન કર્યું છે. મેક્સિન રાષ્ટ્રપતિએ ચીન, રશિયા અને અમેરિકાને શાંતિની શોધ કરવા માટે આમંત્રિત કર્યા છે અને આશા વ્યક્ત કરી છે કે ત્રણેય દૃેશ ’એક મધ્યસ્થતાના રસ્તાને અપનાવશે અને તેને સ્વીકાર કરશે જેમ અમે પ્રસ્તાવિત કરી રહૃાાં છીએ.’ તેમણે કહૃાું- તેણે જણાવવું પડશે કે તેના ટકરાવને કારણે શું થયું છે. તેમણે વિશ્ર્વ આર્થિક સંકટને જન્મ આપ્યો છે અને ફુગાવામાં વૃદ્ધિ કરી છે અને ભોજનની કમી તથા ગરીબી પેદૃા કરી છે. સૌથી ખરાબ વાત છે કે એક વર્ષમાં ટકવારને કારણે ઘણા વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. મેક્સિકન રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મૈનુઅલ લોપેઝ ઓબ્રેડોર ઈચ્છે છે કે વૈશ્ર્વિક શાંતિ માટે એક પંચની રચના કરવામાં આવે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સામેલ હોય. તે માટે તેઓ સંયુક્ત રાષ્ટ્રને એક લેખિત પ્રસ્તાવ રજૂ કરવાની યોજના બનાવી રહૃાાં છે. સંભાવિત પ્રસ્તાવ પ્રમાણે તે પંચ પાંચ વર્ષના સમયગાળા માટે બનાવવા માંગે છે. તેમણે પંચમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત વિશ્ર્વના ત્રણ નેતાઓના નામ સામેલ કર્યા છે. એમએસએન વેબ પોર્ટલ પ્રમાણે ઓબ્રેડોરે એક પત્રકાર પરિષદમાં કહૃાુ, ’હું એક લેખિત પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્રમાં રજૂ કરીશ. હું આ કહેતો રહૃાું છું અને મને આશા છે કે મીડિયા તેને ફેલાવવામાં અમારી મદદ કરશે.’