વડાપ્રધાન મોદી સિવાય દરેકને સેના પર ભરોસો છો: રાહુલ ગાંધી

  • ચીન સાથેના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાનો સરકાર પર પ્રહાર

    લદ્દાખમાં ચીની સેનાની ઘુસણખોરીને લઇને કોંગ્રેસ અને રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહૃાા છે. ત્યારે ચીન સાથેના તણાવ વચ્ચે ફરી એક વખત રાહુલ ગાંધીએ ટ્વિટ વડે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપ કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું કે, ‘વડાપ્રાધન નરેન્દ્ર મોદીને છોડીને દૃેશની દરેક વ્યક્તિને સેનાની ક્ષમતા અને વીરતા પર વિશ્ર્વાસ છે. જેમની કાયરતાએ ચીનને આપણી જમીન લેવાની અનુમતિ આપી છે. ઉપરાંત તેમના જુઠ્ઠાણાના કારણે આ સિલસિલો શરુ રહેશે.
    ચીન મુદ્દે કેન્દ્ર સરકાર પર સતત હૂમલો કરતા કોંગ્રેસે નેતા રાહુલ ગાંધીએ રવિવારે ફરી વખત આક્ષેપ કર્યો છે. રાહુલ ગાંધીએ ચીન મુદ્દે સરકારને ઘેરતા કહૃાું કે ભારત સરકાર લદ્દાખ મુદ્દે ચીનનો સામનો કરવાથી ડરે છે. આ પહેલા પણ રાહુલ ગાંધીએ શુક્રવારે મોદી સરકાર પર નિશાન સાધતા ટ્વિટ કર્યુ હતું. જેમાં તેમણે કહૃાું હતું કે જમીન પર રહેલા સાક્ષી એ તરફ ઇશારો કરે છે કે ચીન પોતાને તૈયર કરી રહૃાું છે અને પોતાની સ્થિતિ પણ મજબૂત બનાવે છે. વડાપ્રધાનમાં સાહસની ઉણપ અને મીડિયાની ચુપીના કારણે ભારતને બહુ મોટી કિંમત ચુકવવી પડશે.
    રાહુલ ગાંધી દૃેશમાં કોરોના વાયરસની સ્થિતિને લઇને પણ સરકાર પર પ્રહાર કરી રહૃાા છે. વડાપ્રધાન પર નિશાન સાધાતા તેમણે કહૃાું કે જો આ સારી સ્થિતિ હોય, તો ખરાબ સ્થિતિ કેવી હોય?