વડાપ્રધાન મોદી સ્માર્ટ ઇન્ડિયા હેકથોનની ગ્રાડ ફીનાલેને સંબોધીત કરશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિશ્વના સૌથી મોટા ઓનલાઇન ’સ્માર્ટ ઇન્ડિયા હેકથોન’ ને સંબોધન કરશે, આ દરમિયાન તેઓ વિદ્યાર્થીઓને આત્મનિર્ભર ભારત હેઠળ વધુ તકનીકની શોધ માટે પણ પ્રોત્સાહિત કરશે, એમ જણાવી દો કે ’સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનની ગેંડ ફિનાલે ૧ ઓગસ્ટથી ૩ ઓગસ્ટ દરમિયાન યોજવામાં આવે છે, જેમાં ત્રણ વિજેતાઓની પસંદગી કરવામાં આવશે.
આ સ્પર્ધામાં દૃેશભરના ૪.૫.. લાખ સહભાગીઓએ ભાગ લીધો હતો, જેમાંથી દસ હજાર વિદ્યાર્થીઓની ટીમ ગ્રાન્ડ ફાઈનલમાં પહોંચી છે, પ્રથમ વિજેતાને ૧ લાખ રૂપિયા, બીજાને ૭૫ હજાર રૂપિયા અને ત્રીજાને ૫૦,૦૦૦ રૂપિયા મળશે. જેમાં વિદ્યાર્થીઓની ટીમે ટેક્નોલોજીની ૨૪૩ સમસ્યાનો ઉકેલ લાવવો પડશે, દરેક સમસ્યાનું નિરાકરણ લાવવા ૧ લાખ રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે.