વડાપ્રધાન મોદી ૧૦ ડિસેમ્બરે નવા સંસદ ભવનનું ભૂમિ પૂજન કરશે

  • લોકસભા અધ્યક્ષે વડાપ્રધાનને નિમંત્રણ આપ્યું

ન્યુ દિલ્હી,

વડાપ્રધાન મોદી નવા સંસદ ભવનના નિર્માણ માટે ભૂમિ પૂજન ૧૦ ડિસેમ્બરના રોજ કરશે. વડાપ્રધાન મોદીને આ પ્રસંગ માટે નિમંત્રણ આપવા માટે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા આજે બપોરે વડાપ્રધાન નિવાસ સ્થાને પહોંચ્યા હતા.

હાલનુ સંસદ ભવન બહુ જુનુ છે અને નાનુ પણ પડી રહૃાુ છે.એટલે નવા સંસદ પરિસરની જરુરિયાત હોવાનુ કારણ કેન્દ્ર સરકાર આપી રહી છે.ભૂમિ પૂજનના કાર્યક્રમમાં વિપક્ષના કેટલાક નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવનાર છે.આ સંસદ ભવન ત્રીકોણ આકારનુ હશે અને કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક ભાગ હશે.આ પ્રોજેક્ટમાં સંસદ ભવન બનાવવાની સાથે સાથે રાષ્ટ્રપતિ ભવન થી ઈન્ડિયા ગેટ સુધીના ત્રણ કિલોમીટર લાંબા રાજપથની બંને તરફ આવેલા વર્તમાન કાર્યાલયો અને નિવાસ સ્થાનોને હટાવીને સંયુક્ત કેન્દ્રીય સચિવાલય અને બીજી ઈમારતોનુ બાંધકામ કરવામાં આવશે.

નવા સંસદ ભવનનુ નિર્માણ ૮૫૦ કરોડ રુપિયાના ખર્ચે થશે..હાલમાં જ્યાં સંસદ ભવન પરિસર છે ત્યાં જ સંસદની નવી ઈમારતનુ પણ નિર્માણ થશે.૨૦૨૨ સુધીમાં તેનુ બાંધકામ પુરુ કરાવની યોજના છે.આ જ વર્ષે દેશ આઝાદીના ૭૫મી વર્ષગાંઠની ઉજવણી કરવાનો છે ત્યારે સરકાર કદૃાચ નવા સંસદ ભવનમાં બેસીને તેની ઉજવણી કરશે.

સંસદની નવી ઈમારત ૬૫૦૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલી હશે.ત્રછણ માળની ઈમારતની ડિઝાઈન એવી હશે કે આકાશમાંથી જોતા તે ત્રણ રંગની કિરણો જેવી દેખાય.સંસદની નવી ઈમારતમાં ૯૦૦ બેઠકો હશે.જેથી ભવિષ્યમાં સંસદ સભ્યોની સખ્યા વધે તો વાંધો ના આવે.

નવી ઈમારતમાં એક બંધારણીય હોલ પણ હશે.જેમાં ભારતની લોકશાહીના ઇતિહાસને રજૂ કરાશે.સંસદ સભ્યો માટે લોન્જ, પુસ્તકાલય, વિવિધ સમિતિઓ માટેના રુમ, કેન્ટીન, વાહન પાર્કિંગ જેવી સુવિધાઓ પણ હશે.નવી સંસદની ડિઝાઈન અમદાવાદના ગુજરાતી આર્કિટેક્ટે તૈયાર કરી છે.

હાલના સંસદ ભવનનુ નિર્માણ ૧૯૨૧માં શરુ થયુ હતુ અને તે વખતે તેની પાછળ ૮૩ લાખ રુપિયાનો ખર્ચ થયો હતો.