વડાપ્રધાન મોદી ૨૫ સપ્ટેમ્બરે યુએનની સામાન્ય સભાને સંબોધશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૬મી સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભા સંબોધશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રસંઘના ૭૫ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત આ બેઠક વર્ચ્યુઅલી યોજવામાં આવશે જેમાં દૃેશ-વિદૃેશના વડાઓ અને સરકાર પ્રત્યક્ષ રીતે હાજર નહીં રહે.
કોરોના મહામારીને કારણે આ વખતે બેઠક વર્ચ્યુઅલી યોજવામાં આવશે. વિશ્વના નેતાઓ સત્ર માટે પોતાના પહેલાથી રેકોર્ડેડ વીડિયો સ્ટેટમેન્ટ મોકલશે. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ડિપાર્ટમેન્ટ ફોર જનરલ એસેમ્બલી એન્ડ કોન્ફરન્સ મેનેજમેન્ટે મંગળવારે ૭૫મી સામાન્ય સભા માટેની સામાન્ય ચર્ચા માટે સ્પીકરોની યાદી તૈયાર કરીને મંગળવારે રજૂ કરી હતી.