વડાપ્રધાન મોદી ૩૦ નવેમ્બરે ગુજરાત આવે તેવી શક્યતા

  • ડ્રિમ પ્રોજેક્ટ સોલાર એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કરશે

 

પીએમ મોદી ફરીથી ગુજરાતના મહેમાન બની શકે છે, ૨૦ નવેમ્બરે પીએમ મોદી ગુજરાતની મુલાકાત લઈ શકે છે, તેવા અહેવાલ મળી રહૃાા છે. પીએમ મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ સોલાર એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કરવા તેઓ ગુજરાતમાં આવી શકે છે. કચ્છના માંડવીમાં પીએમ મોદીનો આ ડ્રિમ પ્રોજેક્ટ આકાર લઈ રહૃાો છે. જેમાં ઊર્જા પાર્ક, ડીસેનિલેશન પ્લાન્ટનું પીએમ મોદી લોકાર્પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી આગામી ૩૦ નવેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી શકે છે. તેઓ દેવદિૃવાળીએ કચ્છ ખાતે વિશ્ર્વના સૌથી મોટા એનર્જી પાર્કનો શિલાન્યાસ કરશે અને માંડવી ખાતે એક નવા ડિસેલિનેશન પ્લાન્ટનું ઉદઘાટન કરશે.

આ પહેલાં ૩૦-૩૧ ઓક્ટોબરના રોજ મોદી ગુજરાતમાં આવ્યા હતા અને અહીં સી-પ્લેન સહિત કેવડિયા ખાતે અનેક પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ૨૯ ઓક્ટોબરના રોજ પીએમ મોદી કેશુભાઈ પટેલના અવસાનને કારણે ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કર્યો હતો. ૩૦ ઓક્ટોબરે કેવડિયા જવાના બદલે તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતરીને ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાં કેશુભાઈ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને બાપાને શ્રદ્ધાંજલિ અર્પી તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી.

ત્યારબાદ તેઓ નરેશ કનોડિયાના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં તેમણે કનોડિયાબંધુને શ્રદ્ધાંજલિ અર્પી હિતુ કનોડિયા સહિત પરિવારજનોને સાંત્વના આપી હતી. પીએમ મોદી અમદાવાદથી કેવડિયા પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે જંગલ સફારી, એકતા મોલ, એકતા નર્સરી, રિવર રાફિંટગ, બટરલાઇ ગાર્ડન વિશ્ર્વવન સહિત કુલ ૨૧ પ્રોજેક્ટમાંથી ૧૭ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું.