ન્યુ દિૃલ્હી,વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાની ૩૧ તારીખે દૃેશ સાથે મન કી બાત કરશે. પોતાના રેડિયો કાર્યક્રમમાં ચર્ચા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જનતા પાસે સૂચનો માગ્યા છે. એમ મોદી એ સોમવારે સવારે આ વિશે ટ્વીટ કરી અને જનતા પાસે સૂચનો આપવા અપીલ કરી. વડાપ્રધાને પોતાની ટ્વીટમાં લખ્યુ, ૩૧ મે એ થનારી મન કી બાત કાર્યક્રમ માટે હુ આપના સૂચનોની રાહ જોઈશ.
તે માટે ૧૮૦૦-૧૧-૭૮૦૦ પર મેસેજ રેકોર્ડ કરીને મોકલી શકાય છે. સાથે જ નમો એપ અથવા દ્બઅર્ય્ંફ પર લખી શકાય છે.
ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસ મહાસંકટની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીની આ ત્રીજી મન કી બાત હશે જે તેઓ લોકડાઉનમાં જ સંબોધિત કરશે. અગાઉ પીએમ મોદી માર્ચ, એપ્રિલ મહિનાના અંતમાં દૃેશાવાસીઓ સાથે વાત કરી ચૂક્યા છે.
દૃેશમાં લૉકડાઉન ૪.૦નું એલાન થઈ ચૂક્યુ છે, જે ૩૧ મે સુધી લાગુ રહેશે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે દિૃવસે પોતાના મન કી બાતમાં કંઈક કહી શકે છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ લૉકડાઉન ૧, લૉકડાઉન ૨નું એલાન દૃેશને સંબોધન કરીને કર્યુ હતુ. જે બાદૃ લૉકડાઉન ૩, ૪ નુ એલાન ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યુ હતુ.