વડાપ્રધાન મોદીના પ્રસ્તાવક ૫૫ વર્ષીય ડોમ રાજાનું લાંબી બીમારી બાદ નિધન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઉમેદવારી પત્રકમાં પ્રસ્તાવક તરીકે રહેલા ડોમ રાજાનું આજે સવારે લાંબી માંદગી બાદ અવસાન થયું હતું. વારાણસીના ૫૫ વર્ષના ડોમ રાજા સિગરાના એક પ્રાઇવેટ નર્સિંગ હોમમાં સારવાર હેઠળ હતા. સીએમ યોગીએ પણ શ્રદ્ધાંજલી અર્પી હતી.
ડોમ રાજાના કુટુંબીજનોએ જણાવ્યું હતું કે આજે પરોઢિયે તેમની તબિયત વધુ બગડતાં અમે તરત તેમને એક પ્રાઇવેટ નર્સિંગ હોમમાં લઇ ગયા હતા. ત્યાં થોડીવાર પછી તેમણે અંતિમ શ્ર્વાસ લીધા હતા. જાંઘમાં થયેલા એક જખમના કારણે તેમની ઘણા સમયથી સારવાર ચાલી રહી હતી. ડોમ રાજાના નિધનના સમાચાર મળતાં તરત લોકો ત્રિપુરા ઘાટ પર આવેલા ડોમ રાજાના નિવાસસ્થાને પહોંચવા લાગ્યા હતા. કુટુંબીજનેાએ કહૃાું કે તેમના અંતિમ સંસ્કાર મણીકર્ણિકા ઘાટ પર કરવામાં આવશે. દરમિયાન, તેમના નિવાસસ્થાન નજીક ચાહકોની મોટી ભીડ જામી ગઇ હતી.
વારાણસીથી બીજીવાર સંસદીય ચૂંટણી લડતી વખતે નરેન્દ્ર મોદીના ટેકેદૃાર તરીકે ડોમ રાજા જગદીશ ચૌધરી પણ હાજર હતા. તેમણે મિડિયા સાથેની વાતચીત દરમિયાન કહૃાું હતું કે જીવનમાં પહેલીવાર કોઇ રાજકીય પક્ષ અને ખાસ તો વડા પ્રધાને અમને માન્યતા આપી હતી. અત્યાર પહેલાં મત માગવા ઘણા નેતાઓ આવ્યા હતા પરંતુ મત મળી ગયા પછી બધા અમને ભૂલી જતા હતા.
ડોમ સમાજ અંતિમ સંસ્કાર કરતા લોકોનો બનેલો છે. વારાણસીમાં મણીકર્ણિકા ઘાટ અને હરીશચંદ્ર ઘાટ પર મૃતદૃેહોના અંતિમ સંસ્કાર થાય એ આ ડોમ સમાજના લોકો કરે છે.