વડાપ્રધાન મોદૃી ૨૬ જુલાઇએ મન-કી બાત કરશે: સૂચનો માંગ્યા

વડાપ્રધાન દૃરમાહિને ઓલ ઇન્ડિયા રેડિયો પરથી મન કી બાત કરતા હોય છે ત્યારે આ મહિને તેઓ ૨૬ જુલાઈના રોજ મન કી બાત કરવા જઈ રહૃાા છે. મન કી બાત ૨.૦ના બીજા તબક્કાની કડીમાં તેમને દૃેશવાસીઓ પાસે સલાહ માંગી છે. તેમને ટ્વીટર પર ટ્વીટ કરીને સલાહ માંગી છે.
પીએમ મોદૃીએ ટ્વીટર પર ટ્વીટ કરીને દૃેશ વાસીઓ પાસે સૂચનો મંગાવ્યા છે. તેમને ટ્વીટ કર્યું છે કે જે કોઈ વ્યક્તિ મન કી બાત માટે સલાહ આપવા માંગે છે તે જુદૃા જુદૃા માધ્યમોથી આપી શકે છે.
તેમણે એક ટ્વીટમાં કહૃાું છે, વિશ્ર્વાસ છે કે તમે જાણતા હશો કે કેવી રીતે સામુહિક પ્રયાસ પ્રેરણાદૃાયક પરિવર્તન થયું અને કેવા હકારાત્મક પરિવર્તન લાવી શકાય છે. ચોક્કસ તમે એ પાસાઓ થી પણ પરિચિત હશો જેનાથી લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. કૃપા કરી તમે આ મહિને ૨૬ તરીકે થનાર મન કી બાત માટે મને કહો.
આ પહેલા ૨૮ જૂનના રોજ વડાપ્રધાન મોદૃીએ મન કી બાત દ્વારા લોકોને સંબોધન કર્યું હતું, તેમણે મન કી બાતની ૧૩માં એપિસોડમાં ચીન સહીત ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી.