વડાપ્રધાન શ્રી મોદીનાં જન્મ દિવસ ઉજવણી કરતા શ્રીમતી ઉર્વિર્બેન ટાંક

અમરેલી,
આવનારા દિવસોમાં અમરેલી જિલ્લો વધારે હરિયાળો બને અને પ્રકૃતિ સંરક્ષણ અને પ્રકૃતિ વંદના નિમિતે ઉર્વીબેન ટાંક અને ભરતભાઇ ટાંક તરફ થી સમસ્ત અમરેલી જિલ્લા તથા ગુજરાત મા 75000 વૃક્ષારોપણ નો જે અભિગમ કરવામાં આવ્યો તેના ભાગ રૂપે સનસાઈન ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા ધારી તાલુકા ના અલગ અલગ ગામમાં વૃક્ષારોપણ તથા કોરોના ની મહામારી મા સેવા બદલ કોરોના વારરીઓર ને સન્માનિત કરવામાં આવ્યા. જીરા, ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મા વૃક્ષોરોપણ તથા મેડિકલ ઓફિસર જાનકી બેન તથા મેહતા અને સરપંચ શ્રી અનિરૂધ ભાઈ વાળા નું કોરોના વોરિયર્સ તરીકે સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમ માં જીરા ગામ ઉપસરપંચ શ્રી સુભાસભાઈ બાભરોલીયા, મનસુખભાઇ મકવાણા, વનવિભાગ, નિર્મળભાઈ વાળા,શિવરાજ ભાઈ,બાબુભાઇ મકવાણા,મેરામભાઈ રબારી, દેવરાજભાઈ ઉપસ્થિત રહ્યા હતા.દેવળા ગામે વૃક્ષારોપણ સાથે કોરોના મહામારી મા સેવા આપવા બદલ સરપંચ શ્રી વિજય ભાઈ વ્યાસ તથા પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી હિતેશભાઈ મહેતા તથા માજી સરપંચ માધાભાઈ દાફડા નું કોરોના વોરિયર્સ નું સન્માન કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત ઉપ સરપંચ વેકરીયા હિમ્મતભાઇ ગોસાઇ કેતનપુરી વસોયા કમલેશભાઈ ખાડક મહાવીર ભાઇ ખાડક પ્રવિણ ભાઇ ધાધલ સૈયલેશભાઇ મારડીયા હસમુખભાઇ લાઠીયા દિલીપભાઇ.ત્રંબકપુર ગામે વૃક્ષારોપણ તથા કોરોના મહામારી મા સેવા બદલ સરપંચ શ્રી વજુભાઇ બાવસિયા,તથા પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી ભીખુભાઇ પાઘડાળ,નું કોરોના વોરિયર્સ નું સન્માન કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત રવજીભાઈ મોરી, જેરામભાઈ વેકરિયા, રમેશભાઈ કાળોતરા,ભુપતભાઇ બાવસિયા, ચંદ્રેશ ભાઈ વેકરિયા,ત્રંબકપુર ગામ ના આગેવાન શ્રીઓ.વીરપુર ગામે વૃક્ષારોપણ ના કાર્યક્રમ તથા કોરોના મહામારી મા સેવા બદલ સરપંચ શ્રી પ્રતાપ ભાઈ વાળા નું સન્માન કરવામાં આવ્યું જેમાં ગામના આગેવાન શ્રીઓ ઉપસ્થિત રહયા.