વડાપ્રધાન સોમવારે ઓઇલ અને ગેસ કંપનીઓના સીઇઓ સાથે વાતચીત કરશે

પીએમ મોદી દૃુનિયાની દિગ્ગજ ઓઈલ અને ગેસ કંપનીઓના સીઈઓ સાથે સોમવારે વાતચીત કરવાના છે.
નીતિ આયોગ તેમજ પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા આ વાતચીતનુ આયોજન કરાયુ છે.જેમાં તે દૃુનિયાની ૪૫ કંપનીઓના સીઈઓ સાથે વાત કરશે.સરકારના નિવેદન પ્રમાણે આ બેઠકનો ઉદ્દેશ ભારતના ઓઈલ અને ગેસ સેક્ટરમાં વિદૃેશી રોકાણને આકર્ષવાનો છે.ભારત દૃુનિયામાં ત્રીજા નંબરનો એનર્જી વપરાશકાર દૃેશ છે.ઓઈલ અને ગેસની વધતી માંગને પૂરી કરવા માટે ભારતમાં ૨૦૩૦ સુધીમાં ૩૦૦ અબજ ડોલર એટલે કે ૨૧ લાખ કરોડ રુપિયાનુ રોકાણ કરવાનુ લક્ષ્યાંક છે.
આ સંદર્ભમાં બેઠક મહત્વપૂર્ણ બની રહે તેવી ધારણા છે.પીએમ મોદી ભારતીય સમય પ્રમાણે વિડિયો કોન્ફન્સિંગથી સાંજે ૫.૩૦ વાગ્યે સીઈઓ સાથે વાત કરશે.ભારત ઓઈલ અને ગેસ સેક્ટરમાં વૈશ્વિક સ્તરે મહત્વનો રોલ અદા કરી શકે તેમ છે.ભારત દૃુનિયાનો ત્રીજો સૌથી મોટો ઓઈલ આયાતકાર દૃેશ છે.જ્યારે ગેસ આયાત કરવામાં ભારતનો નંબર વિશ્વમાં ચોથો છે.આમ આ સેક્ટરમાં વિદૃેશી કંપનીઓ માટે ભારતમાં રોકાણ કરવામાં સારી તકો રહેલી છે તેવુ સરકારનુ માનવુ છે.
૨૦૧૬માં પણ આ જ પ્રકારે ઓઈલ અને ગેસ કંપનીઓ સાથે કોન્ફન્સનુ આયોજન કરાયુ હતુ.આ વખતે યોજનારી બેઠકમાં કંપનીઓને ભારતના ઓઈલ અને ગેસ સેક્ટરમાં સરકારની યોજનાઓ અને તકો અંગે જાણકારી આપવામાં આવશે.