વડિયાનાં ડેમ પાસે દીપડાનાં ધામા

વડિયા,
ચોમાસા ની તુ નો પ્રારંભ થતા જ મેઘરાજા એ વાવણી લાયક વરસાદ રૂપી હેત વરસાવ્યુ છે ત્યારે ખેડૂતો વાવણી ના કાર્ય મા જોતરાયા છે. વડિયા ના ડેમ વિસ્તારમાં બપોર બાદ 6વાગ્યાં ના સમયે સ્વામિનારાયણ મંદિર ની ઘનસ્યામ બાગ ની બાજુ મા ચેતનભાઈ બોરડ ની વાડી મા દીપડા એ દિવસે દર્શન આપ્યા હતા. દીપડા ને જોઈ તે વિસ્તારના લોકો મા ભય નો માહોલ સર્જાયો હતો.વાવણી ની સીઝન મા ખેડૂતો વાડીએ કામ કરતા હોય ત્યારે જંગલી જાનવર ના આંટાફેરા સામે આવતા તેને તંત્ર દારા કોઈ નિર્દોષ નો ભોગ લે તે પેહલા પકડવામા આવે તેવી માંગણી થઇ રહી છે.