વડિયાનાં પેટ્રોલપંપમાં પેટ્રોલ ઇથેનોલની માત્રા વધી જતા વાહન ચાલકો પરેશાન

  • પેટ્રોલ પંપ માલિકો એ ઇથેનોલ બાબતે બોર્ડ લગાવી ગ્રાહકો ને જાગૃત કરવા પહેલ કરી
  • સરકાર પેટ્રોલમાં કરાતી ભેળસેળ બાબતે કંપનીઓ પર પગલા લે તેવી લોક માંગણી

વડિયા, સરકાર ની મંજૂરી થી પેટ્રોલિંયમ કંપનીઓ છૂટક વેચાણ માટે વિવિધ વિસ્તાર માં પેટ્રોલપંપ ની ડીલર શીપ આપી પંપ સ્થાપિત કરે છે. સરકાર માન્ય રિફાઇનરી માંથી પેટ્રોલ તેને વેચાણ માટે પુરુ પાડવામાં આવે છે. આ પેટ્રોલ માં ઇથેનોલ ની અમુક માત્રા માં ભેળસેળ કરવાની છૂટ આપવામાં આવે છે. પરંતુ નક્કી કરેલી માત્રા કરતા વધુ પ્રમાણ માં ભેળસેળ કરવામાં આવતી હોવાથી વાહન ચાલકો ને સવાર માં પોતાના વાહન માં આ ભેળસેળ વાળા પેટ્રોલ ના કારણે ખુબ મુશ્કેલીઓ પડે છે. આ બાબતે ગ્રાહકો પેટ્રોલ પંપ માલિકો સામે અને પમ્પ માં કામ કરતા કર્મચારીઓ સામે વારંવાર માથાકૂટ કરે છે.
તેને કારણે વાડીયામાં આવેલા બે પેટ્રોલ પમ્પ ના માલિકોઓ પોતાના પમ્પ પર આ ભેળસેળ બાબતે બોર્ડ લગાવી ગ્રાહકોને જાગૃત કર્યા છે. પરંતુ કંપની માંથી થી પેટ્રોલ માં ભેળસેળ થતી હોય તો વાહન ચાલકોની આ કંપની સંચાલકો પર આ ભેળસેળ બાબતે કાયદેસર ની કાર્યવાહી કરવા લોકમાંગણી ઉઠી છે. જેથી આ બાબતે ભેળસેળ અટકે તો વાહન ચાલકો ને પડતી મુશ્કેલી દૂર થઇ શકે.