વડિયાનાં મોરવાડામાં સરકારી માટીનું બેફામ ખનન

વડિયા,
કેન્દ્ર સરકાર ના રેલવે મંત્રાલય દ્વવારા જેતલસર ઢસા રેલ્વે લાઈન નુ મીટરગેજ માંથી બ્રોડગેજ માં રૂપાંતર કરવાની કામગીરી છેલ્લા ઘણા સમય થી ચાલુ છે. આ કામ માં લેવલીગ માટે માટી ની ખુબ મોટા પ્રમાણ માં જરૂરિયાત ઉભી થાય છે. આવે રેલ્વે કોન્ટ્રાકટરો દ્વવારા વડિયા ની ભાગોળે આવેલા ભુખલી સાંથણી અને મોરવાડા ગામની સીમ માંથી માટી ચોરી થતા ત્યાં ના જાગૃત નાગરિક દ્વવારા રજુવાત કરતા તંત્ર દ્વવારા દરોડા પાડતા ત્યાં ટૂંકા સમય માટે માટી ચોરી બંધ થઇ હતી. ત્યારે બાદ નવા ઘરની શોધ કરવાની જરૂરિયાત ઉભી થઇ હતી તે ઘર બાજુનું ગામ ભુખલી સથળી માટી ચોરીનુ હબ બન્યુ હતુ. જો તંત્ર દ્વવારા દરોડા પાડવામાં આવે તો લાખો રૂપિયાની માટી ચોરી પકડાય તેમ છે. ભૂતકાળ માં અહીં જ દરોડા પડ્યા બાદ તંત્ર અને રેલવે કોન્ટ્રાકટરો વચ્ચે ખીચડી રંધાઈ ગઈ હોય તેમાં હવે આ બેફામ બનેલા માટી ચોરો ને કોઈ કહેવા વાળુ જ ના હોય તેમાં ખુલ્લે આમ કોઈ ના ડર વગર ડમ્પરો અને મશીનો ચાલી રહ્યા છે. જો તંત્ર ને રાજ્ય ની લુટાતી સંપતી ની ચિંતા હોય તો આ માટી ચોરી અટકાવવી હિતાવહ છે. આ માટી ચોરી માં કોઈ સામાન્ય માણસ કે ખેડૂત ધ્યાને આવે તો તેના વાહનો ફટાફટ પકડાઈ જાય છે પરંતુ આ મોટા મગર મચ્છો ના વાહનો ને કોઈ પકડવા વાળુ ના હોય તેવું લોકો માં ચર્ચાઈ રહ્યુ છે.