વડિયાનાં સજા વોરંટનાં આરોપીને પકડી પાડી જેલ હવાલે કરાયો

  • અમરેલી પેરોલ ફર્લો સ્કોડે ત્રંબકપુર ગામેથી પકડી પાડ્યો

અમરેલી, પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. શ્રી આર.કે.કરમટા માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ.જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે નામદાર. જયુડી. મેજી. ફ. ક. કોર્ટ વડીયા નાઓનાં અલગ અલગ ક્રિમીનલ કેસમાં કસુરવાર ઠરાવી સજાનાં વોરંટો ઇસ્યુ કરેલ હોય, જે અન્વયે સજા વોરંટના આરોપી ધનશ્યામભાઇ ખોડાભાઇ ગોંડલીયા( પટેલ) ઉ.વ.-58 ધંધો-મજુરી રહે.ત્રંબકપુર (જીરા) તા.ધારી જી.અમરેલી વાળાને તા.30/12/2020 ના રોજ ત્રંબકપુર ગામ તા.ધારી મુકામેથી પકડી પાડી અમરેલી જીલ્લા જેલ ખાતે સજા ભોગવવા સોંપી. સજા ભોગવવા માટે જિલ્લા જેલ, અમરેલી ખાતે મોકલી આપવામાં તજવીજ કરવામાં આવેલ.જયુડી. મેજી. ફ. ક. કોર્ટ, વડીયા નાઓનાં ક્રિમીનલ મીસ. એપ્લી.કેસ નંબર-57/2019 નાં કામે આરોપીને ભબિ કલમ-125(3) ના કામે 33 (તેત્રીસ) માસના ભરણ પોષણ ની રકમ રૂ.33,000/- ન ચૂકવવા બદલ કુલ દિવસ-990 ( નવસો નેવું) દિવસ ની સખત કેદની સજાનો હુકમ થયેલ હતો.