વડિયાના અડીખમ કોરોના યોદ્ધા એવા ઉપસરપંચ છગન ઢોલરીયા કોરોનાની ઝપટે ચડ્યા

કોરોના કાળ માં વડિયા ના લોકો ની સેવામા અને કોરોના ગાઇડલાઇન ના પાલન માટે સતત કાર્યશીલ યોદ્ધાને કોરોના

વડિયા, કોરોના મહામારી દિન પ્રતિદિન દેશ, રાજ્ય અને અમરેલી જિલ્લા માં જબુલેટ ટ્રેન ની ગતી થી વધતો હોય તેમ જે લોકો કોરોના રોકવા માટે સતત કાર્યશીલ લોકો કે જે વાસ્તવ માં કોરોના યોદ્ધા છે તેવા અમરેલી ના વડિયા ના ઉપ સરપંચ છગનભાઇ ઢોલરીયા કે જેવો કોરોના કાળ માં પોતાના આરોગ્ય ની ચિંતા કર્યા વગર રાત દિવસ વહીવટી તંત્ર સાથે ખમ્ભે ખંભો મિલાવી વડિયા ના લોકો ને કોરોના થી બચાવવા કોરોના ગાઈડ લાઈન નૂ પાલન થાય તે માટે મથતા જોવા મળ્યા હતા. આજે તેઓને જ શરૂવાત ના કોરોના ના પ્રારંભિક લક્ષણો દેખાતા રેપિડ કીટ થી રિપોર્ટ કરતા પોઝિટિવ આવ્યો હતો. તેઓ સામે આવી રિપોર્ટ કરાવી અમરેલી કોવીડ સેન્ટર માં એમ્બ્યુલન્સ મારફતે રવાના થયા હતા.તે પેહલા વડિયા ગામના જે લોકો તેમના સંપર્ક માં આવ્યા હોય તેને કોઈ લક્ષણો જણાય તો તુરંત આરોગ્ય વિભાગ નો સંપર્ક કરવા શોસ્યલ મીડિયા ના માધ્યમ થી સંદેશો આપી લોકો ને પણ જાગૃત રેહવાની અપીલ કરી હતી. વાસ્તવ માં કોરોના યોદ્ધા તરીકે નુ કાર્ય કરતા છગનભાઇ ઢોલરીયા ને કોરોના પોઝિટિવ આવતા આ સમાચાર વાયુ વેગે ફેલાયા હતા અને ગામમાં તમારા જગ્યા એ એક જ ચર્ચા જોવા મળતી હતી.