વડિયાના અરજણસુખમાં પ્રૌઢનું સર્પે દંશ મારતા મોત

અમરેલી,
વડિયાના અરજણસુખ ગામે રહેતા ભીખાભાઇ શંભુભાઇ વસોયા ઉ.વ. 50 વાડી – ખેતરે ગોડાઉન પાસે કામ કરતા. ત્યારે સાપે હાથ ઉપર દંશ મારતા પ્રથમ વડિયા દવાખાને અને વધુ સારવાર માટે ગોંડલ દવાખાને લઇ જતાં રસ્તામાં મોત નિપજયાનું પુત્ર મહેશભાઇ વસોયાએ વડિયા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.