- રસ્તાને કારણે રાહદારીઓ પરેશાન : નવો રસ્તો બનાવવા લોકમાંગણી
વડિયા,
ચોમાસા ની તુ માં મોટાભાગ ના રસ્તાઓ બિસ્માર બન્યા છે. ત્યારે વડિયા તાલુકા ના ગ્રામીણ વિસ્તારમાં આવેલા રસ્તાઓ ની હાલત પણ અતિ ખરાબ છે. એમાં પણ વડિયા થી બગસરા રોડ પર અંદર ગાળે આવેલા અરજણસુખ ગામમાં જવાનો 2.5કિમિ નો રસ્તો અતિ બિસ્માર હાલત માં છે. લોકો આ રસ્તાથી હાથ જોડી ગયા છે. લોકોને રસ્તા પરથી રોજ ખરીદી કે બહારગામ કામ સબબ જવાનુ થતુ હોય રોજીદા ઉપયોગ માટે ગામ લોકો માટે એક જ રસ્તા નો વિકલ્પ હોવાથી લોકો આ બિસ્માર રસ્તા થી ત્રસ્ત થયા છે અને તંત્ર તાકીદે નવો રસ્તો બનાવે તેવી લોક માંગણી થઇ રહી છે.