વડિયાના ગામોમાં 658.08 લાખના રોડ કામ મંજુર કરાવતા શ્રી ધાનાણી

અમરેલી,પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના 3 હેઠળ માર્ગ અને મકાન વિભાગના પંચાયત હસ્તકના અમરેલી વિધાનસભા મત વિસ્તારના ગામોમાં જેવા કે વડિયાના બરવાળા બાવળ ભુખલી સાંથળી કરોડ રૂા. 68.37 લાખ અને દેવગામ દળવા રાંદલ રોડ 289.71 લાખ મળી કુલ 658.08 લાખના રસ્તાના કામો મંજુર કરી જોબ નંબર ફાળવવામાં આવ્યા છે તેમ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે લેખીતમાં જાણ કરી હોવાનું પરેશભાઇ ધાનાણીએ જણાવ્યુ છે.