વડિયાના તરઘરી ગામે એસટી બસસ્ટેન્ડ બનાવવા દબાણ દૂર કરાયુ

  • મામલતદાર, ટીડીઓ અને પોલીસની હાજરીમાં 6 ફૂટ દબાણ દૂર કરાયુ

વડિયા,
દેશના ગ્રામીણ વિસ્તારમાં ઓછી વસ્તી અને વધુ જમીન ના કારણે સરકારી જમીનો પર દબાણ કરી લોકો મકાનો અને દુકાનો બનાવે છે. સમય જતા તેના માલિક પણ બની જાય છે. વડિયા ના તરઘરી ગામે ભાવેશભાઈ જગદીશભાઈ નિમાવત દ્વવારા ગામના જાપા માં દુકાન બનાવી દબાણ કરાયુ હતુ. આ જગ્યા પર અમરેલી સાંસદ નારણભાઇ કાછડીયા ની ગ્રાન્ટ માંથી બસ સ્ટેન્ડ મંજુર કરાતા તેમની દુકાન નું છફૂટ જેટલુ દબાણ ગુજરાત પંચાયત ધારા ની કલમ 105(2)મુજબ તેમને નોટિસ આપી તારીખ 06/07/2020ના રોજ દૂર કરેલ હતુ. ત્યાર બાદ આ જગ્યા પર ફરી દબાણ કરાતા તેમને દબાણ દૂર કરવા અને ગુનાહિત કૃત્ય ના કરવા તા 11/12/2020ના રોજ નોટિસ અપાઈ હતી. તે મુજબ દબાણ દૂર ના થતા સ્થાનિક મામલતદાર, ટીડીઓ અને પોલીસ ની હાજરીમા દબાણ કરી બનાવેલી દુકાન તોડી પડાઈ હતી. જોકે કોરોના કાળમાં લોકો ને રોજગારી મેળવવા ખુબ સંઘર્ષ કરવો પડતો હોય ત્યારે કોઈ વ્યક્તિના રોજગાર નું ક્ષેત્ર પર ડીમોલેશન થાય તે આ સમયે ખુબ નેગેટિવ અને ચિંતા રૂપ ઘટના કહી શકાય. હવે આવનારા સમય માં આ જગ્યા પર અમરેલી સાંસદ ની ગ્રાન્ટ માથી બસસ્ટેન્ડ બનાવી ગામને સુવિધા આપવા આ દબાણ દૂર કરાયા નું તંત્ર દ્વવારા જણાવાય રહ્યુ છે.