વડિયાના તોરી-રામપુરમાં સૌની યોજનાનું પાણી છોડાયું

  • સુરવો નદી પરના ચેકડેમ ભરાશે, ઉનાળુ પાક ને જીવતદાન મળશે

વડિયા, ઉનાળા માં પાણીના પોકાર વચ્ચે અમરેલી જિલ્લા ના લોકનેતા એવા પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઉંધાડ ને વડિયા વિસ્તાર ના આગેવાનો દ્વવારા સૌની યોજના નુ પાણી છોડવા રજુવાત કરવામાં આવી હતી. આ બાબતે પૂર્વ મંત્રી અને લોકનેતા દ્વારા તારીખ 07/04/2021ના રોજ રાજ્ય ના મુખ્યમંત્રી, સિંચાઈ વિભાગના સચિવ અને ચીફ એન્જીનીયર ને લેખિત માં પત્ર લખી ને વડિયા ના રામપુર, તોરી, નાજાપુર માં સૌની યોજના નુ પાણી છોડવા રજુવાત કરવામાં આવી હતી. આ રજુવાત માં જણાવ્યા અનુસાર ઉનાળા માં ખેડૂતો અને લોકોને સિંચાઈ માટે અને પીવા માટે પાણી ની હાલ જરૂરિયાત હોય માટે સૌની યોજના મારફતે પાણી છોડી સુરવો નદી પર આવેલા ચેકડેમ ભરવા રજુવાત કરવામાં આવી હતી. આ રજુવાત ને ધ્યાને લઈ રાજ્યના મુખ્યમંત્રી દ્વવારા રામપુર તોરી પાસેના વાલ્વ ખોલી સૌની યોજનાનુ પાણી છોડતા પૂર્વ કેબિનેટ મંત્રી અને લોકોના નેતા બાવકુ ઉંધાડ ની રજુવાત ને સફળતા મળતા લોકો અને ખેડૂતો નો મહત્વ નો પ્રશ્ન પૂર્ણ થતા આ વિસ્તાર ના લોકો અને ખેડૂતો માં હરખની હેલી જોવા મળી રહી છે. આ બાબતે ચચ વિસ્તાર ના આગેવાનોનો સંપર્ક કરતા તેમને ઉનાળા માં પાણીનો પ્રશ્ન પૂર્ણ થતા પાક ને જીવતદાન મળતા પૂર્વ મંત્રી ઉંધાડ નો આભાર વ્યક્ત કર્યો હતો.