વડિયાના ભૂખલીસાંથલી ગામે મામલતદાર શ્રી મહેતાની ભૂમાફિયાઓ પર તવાઈ : એક ડઝન વાહનો કબ્જે કર્યા

વડિયા,
અમરેલી જિલ્લા માં છેલ્લા થોડા સમય થઈ ખાણ ખનીજ વિભાગ દ્વવારા ઠેર ઠેર દરોડા પાડીને ખનીજ ચોરો પર તવાઈ બોલાવવા માં આવી રહી છે ત્યારે અમરેલી જિલ્લા ના છેવાડા ના તાલુકા મથક એવા વડિયા ના મામલતદાર ને વડિયાના ગ્રામીણ વિસ્તાર એવા ભૂખલી સાંથલી માં રણુજા રોડ પર આવેલી ગૌચર ની જમીન માંથી ખનીજ ચોરી થતી હોવાની બાતમી મળતા મામલતદાર મેહતા અને તેમની ટીમ દ્વારા સવારે અગિયાર વાગ્યાં આસપાસ બાતમીના સ્થળ પર રેડ કરતા દસ જેટલાં ટ્રેક્ટર અને બે જીસીબી વડે તે જગ્યા ની માટી ઉપાડવાની મંજૂરી વગર ત્યાંથી માટી ઉપાડવાનું ચાલુ હોય તેને રંગે હાથ વડિયા મામલતદાર મહેતા અને તેની ટીમ દ્વવારા ઝડપી ને તમામ વાહનો ને વડિયા પોલીસના હવાલે કરી ડિટેઇન કરવામાં આવ્યા હતા જયારે અમરેલી જિલ્લા ના ખાણ ખનીજ વિભાગને આ બાબત ની જાણ કરી આગળની વધુ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.જોકે હાલ સુજલામ સુફલામ યોજના તળે માટી કાપ, મોરમ ની નિયત કરેલ નદી,ચેકડેમ,જલાશય,તળાવ વગેરે માંથી ઉપડવાની મંજૂરી મળતી હોવાથી ત્યાંથી મંજૂરી લઇ માટી ઉપાડી શકે છે પરંતુ ભૂખલી સાંથલી ના રણુજા રોડ પર જ્યાંથી આ તમામ ટ્રેક્ટર અને જેસીબી પકડવામાં આવ્યા છે એ ગૌચર ની જમીન માંથી માટી ઉપડતા તેના પર કાર્યવાહી કર્યાનું મામલતદાર મેહતા એ જણાવ્યું હતું.તો માટી ચોરી કરતા અમરેલી અને રાજકોટ જિલ્લા ના ટ્રેક્ટર ના માલિકો દ્વવારા પોતે સુજલામ સુફલામ યોજના અંતર્ગત માટી ઉપાડતા હોવાનો પોતાનો બચાવ કરતી રજુવાત કરતા જોવા મળ્યા હતા.હાલ વડિયા મામલતદાર મહેતા દ્વવારા ભૂ માફિયાઓ સામે લાલ આંખ કરતા ભૂ માફિયાઓમાં ફફડાટ વ્યાપ્યો હતો તો પોલીસ સ્ટેશન સામે ડિટેઇન કરેલા ટ્રેક્ટર અને જેસીબીની લાઈનો લગતી જોવા મળી .