- રાત્રે તાપણું કરતા સમયે પગ લપસતા કુવામાં પડી જવાથી મૃત્યુ થયું
વડિયા, શિયાળા ની તુ માં રાત્રીના સમયે લોકો ઠંડી થી બચવાં તાપણાં નો સહારો લેતા હોય છે. વડિયા તાલુકા ના મોટા ઉજળા ગામે ભાગ્યું રાખી મજૂરી કામ કરતા પર પ્રાંતીય મજુર દિનેશભાઇ શેતાનભાઈ ગલાવા ઉંમર વર્ષ 38 રાત્રી ના સમયે ઠંડી થી બચવાં તાપણું કરી તાપતા હતા ત્યારે કુવા કાંઠે ટોયલેટ કરવા માટે જતા તેમનો પગ લપસતા તે કુવામાં પડતા તેમનું મૃત્યુ નીપજ્યું હતુ. આ મૃતક ની ડેડ બોડી વડિયા સિવિલ હોસ્પિટલ માં પીએમ માટે લાવવામાં આવી હતી. આ ઘટના અંગે વધુ તપાસ વડિયા પોલીસ કરી રહી છે.