વડિયાના મોટા ઉજળા ગામે પતિએ મોડી રાત્રે પત્નીને ગળાટુંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી

વડિયા ના મોટા ઉજળા ગામે દાહોદના ફતેપુરા તાલુકાના ધાણીખુંટ ગામના ખેતમજુર પરિવાર ભાગ્યુ રાખી ખેતી કરી ગુજરાન ચલાવતા હતા. જે કાનજીભાઈ મકવાણા પરિવાર ના સભ્યો માં તેનો દીકરો હિંમત ઉર્ફે મેહુલ ના લગ્ન આશા નામની મોટી ઢંઢેલી ગામમાં થયા હતા. મેહુલ અને આશા સહીત સમગ્ર પરિવાર વડિયા ના મોટા ઉજળા ગામે ખેત મજૂરી કરી વસવાટ કરતા હતા.મેહુલ ની પત્ની આશાના પિયર માં તેના ફઈ ના દીકરા ના લગ્ન હોય તે માટે તેને લગ્ન કરવા માટે આવવા જણાવતા મેહુલ દ્વવારા જવાની ના પાડતા પતિ પત્ની વચ્ચે માથાકૂટ થતા રાત્રી ને સમયે રૂમ માં મૃતક પત્ની ઘોર નિંદ્રા માં સૂતી હતી ત્યારે ખાટલા ના વ્હાણની દોરી થી ગળો ટુપો આપી પતિ મેહુલ ઉર્ફે હિંમત દ્વારા તેને મોતને ઘાટ ઉતારી તેના પિતા કાનજીભાઈ ને જાણ થતા તેને મૃતક આશાના પિતાને ફોન કરી આશાને કંઈક થઇ ગયું છે અને તેને દવાખાને લઈ જઈએ છે.તેવી બાબતની જાણ કર્યા બાદ ફરી દવાખાને જય ફોન કરેલ કે આશા મૃત્યુ પામી છે. ત્યારે વડિયા સિવિલ હોસ્પિટલ માં તેનું પીએમ કરતા તેને મૃત જાહેર કરતા આશા ના પિતા એ ઊંડાણ પૂર્વક પૂછતાં તેને ગળે ટુપો આપી મોતને ઘાટ ઉતાર્યા નુ જાણવા મળતા તેને વડિયા પોલીસમાં હિંમત ઉર્ફે મેહુલ કાનજીભાઈ મકવાણા સામે આઈપીસી કલમ 302 મુજબ હત્યા નો ગુનો વડિયા ના પીએસઆઈ સરવૈયા દ્વવારા નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સામાન્ય બાબત માં પતિ દ્વવારા ભર નિંદ્રા માં સુતેલી પત્નીની ગળોટુપો આપી મોત ને ઘાટ ઉતારતા સમગ્ર વિસ્તાર માં ચકચાર મચી જવા પામી છે.