અમરેલી,
વડિયા તાલુકા ના છેવાડાના ગામ એવા રાંદલ દડવા માં ભૂતકાળ માં મકાન ના કમાળ વધારાના હોય પ્રકાશભાઈ અને સોનલબેન દ્વવારા પાડોશી હરેશભાઇ ને રૂપિયા 4000/-ની કિંમત નક્કી કરી વહેંચેલ હતા. ત્યારે પાડોશી લેનાર પાસે પૈસાની સગવડ ના હોય તેથી ફરિયાદી ના જણાવ્યા અનુસાર તે રકમ બાકી રાખેલ હતી. આ બાબત ની ઉઘરાણી ચાર વર્ષ પછી સોનલબેન દ્વવારા કરવામાં આવતા કમાળ લેનાર હરેશ અને પ્રવીણ નામના શખ્સ દ્વવારા ઉઘરાણી કરનાર ફરિયાદી મહિલા પર ગાળો આપી ઢીંકા પાટુ અને પાઇપ થી હુમલો કરતા તેને બચાવવાં આવેલા મહિલા ના પતિ પ્રકાશ સોલંકી અને તેમના ફઈ નંદુબેન પર પણ હુમલો કરવામાં આવતા આ હુમલા માં ફરિયાદી સોનલબેન ને માથાના ભાગે ઇજા થતા તેને કુંકાવાવ પ્રાથમિક સારવાર બાદ અમરેલી સિવિલ હોસ્પિટલ માં ખાસેડાતા તેમને માથાના ભાગે આઠ ટાકા આવ્યા નુ જાણવા મળેલ આ બાબતની ફરિયાદ વડિયા પોલીસ સ્ટેશન માં થતા વડિયા પોલીસ દ્વવારા અમરેલી સિવિલ હોસ્પિટલ માં સારવાર લેતા સોનલબેન પ્રકાશભાઈ સોલંકી ની ફરિયાદ ના આધારે આરોપી શખ્સો હરેશ સોલંકી અને પ્રવીણ સોલંકી સામે આઈપીસી કલમ 323,324,504,506(2),114હજ મુજબ ગુનો આગળ ની કાર્યવાહી વડિયા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.