વડિયાના રાજકોટ રોડ પર ગાંડા બાવળનું સામ્રાજ્ય

  • કોઇ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલા દૂર કરવા જરૂરી

વડિયા,
ત્રણ જિલ્લા ની ત્રિભેટે આવેલું વડિયા એ અમરેલી જિલ્લા નો છેવાડા નો તાલુકો છે જેનો મોટાભાગ ના લોકો નુ ખરીદી સ્થળ રાજકોટ, ગોંડલ અને જેતપુર છે આ ઉપરાંત ખેડૂતો માટે અગત્ય નુ માર્કેટિંગ યાર્ડ પણ ગોંડલ માં આવેલું હોવાથી આ રોડ પર વાહન વ્યવહાર નુ પ્રમાણ વધુ જોવા મળે છે. વડિયા થી રાજકોટ રોડ પર વડિયા ના રેલવે સ્ટેશન થી જેતપુર તાલુકા ના અમરનગર ગામ સુધી ગાંડા બાવળ રોડ ની બંને સાઈડ એટલા પ્રમાણ માં વધી ગયા છે કે સામે થી આવતા વાહન પણ દેખાતા નથી. આ ગાંડા બાવળ ને જો દૂર કરવામાં નહિ આવે તો આવનારા દિવસો માં ગંભીર અકસ્માત થઈ શકે એમ છે. અગાવ પણ આ રોડ પર આવતા વણાંક અને ગાંડા બાવળ ને કારણે અકસ્માત થયા છે. તો આ ગાંડા બાવળ નુ સામ્રાજ્ય આ રોડ પરથી ખતમ કરવા અને અકસ્માત પેહલા તંત્ર જાગે તેવી લોક માંગણી થવા પામી છે.