વડિયાના વેપારીઓનું સજ્જડ લોકડાઉન

વડીયામાં વેપારી મંડળની બેઠકમાં લોકડાઉન રાખવા માટે લેવાયેલા નિર્ણયને સફળતા મળી

વડિયા, વડિયામાં કોરોના સંક્રમણ ને રોકવા માટે થોડા દિવસ પેહલા મામલતદાર ડોડીયા ના અધ્યક્ષ સ્થાને વડિયા માં રસીકરણ જુમ્બેશ માટે વડિયા ના આગેવાનો અને વેપારી મંડળ ના હોદેદારો ની એક મિટિંગ યોજવામાં આવી હતી. ત્યારે વાડિયાના વેપારી મંડળ દ્વવારા રવિવારના દિવસે વેપારીઓ પોતાનો વ્યવસાય બંધ રાખી ને રસીકરણ જુમ્બેશ માં સહયોગ આપશે.આવી જાહેરાત કરવામાં આવી હતી ગામમાં કોરોના સંક્ર્મણ ને કાબુમાં લેવા માટે આ નિર્ણય ને આવકારી વડિયા ગામ ના જીવન જરૂરી વસ્તુઓ ના વ્યવસાય ને બાદ કરતા તમામ વેપારીઓ એક દિવસ ના સ્વેઇચ્છીક લોકડાઉન માં જોડાયા હતા અને રસીકરણ ની પ્રકિયા માં સહયોગ આપ્યો હતો.