વડિયામાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓનો હલ્લાબોલ

વડિયા, બગસરા થી સવારે 6 કલાકે ઉપડતી બસ વડિયા પહોંચવાનો સમય 7 વાગ્યા નો છે પરંતુ પહોંચે છે 7 45 પોણા આઠ વાગ્યે આવે છે દરરોજ એકાદ કલાક મોડી પહોંચતા. વડિયા થી ગોંડલ કોલેજે જતા વિધાથીરઓ ને દરરોજ એક વિષય જતો રહે છે અભ્યાસ બગડે છે જ્યારે સાપર વેરાવળ નોકરી કરતા નોકરીયાત વર્ગને અડધા દિવસનો પગાર મોડા પહોંચવાના કારણે કપાય છે. દરરોજ અલગ-અલગ બહાના એક દિવસ પંચર નું બહાનું તો બિજા દિવસે ટીકીટ બુકિંગ કરવાનું મશીન બંધ થયું છે. અગાઉ બગસરા ડેપો મેનેજર ને વિધાથીરઓ દ્વારા ટેલીફોનીક જાણ કરવામાં આવી હતી છેલ્લા એકાદ મહિનાથી આ રૂટ ની બસ અનિયમિત ચાલી રહી છે. જ્યારે આ અંગે ડ્રાઈવર કંડકટર ને પુછતા તેમણે જણાવ્યું હતું કે બસમાં પંચર પડી ગયું હતું જો કે આ દરરોજ ના અલગ અલગ બહાના બનાવી વિધાથીરઓ અને અબડાઉન કરતા મુશાફરોને શાંત પાડવાનો પ્રયાસ કરે છે ત્યારે આજે તો આ દરરોજ ના બહાના થી કંટાળી ગયા અને વડીયાથી ગોંડલ કોલેજે જતા વિદ્યાર્થીઓ અને દરરોજ અપડાઉન કરતા નોકરીયાત બસમાંથી બહાર ઉતરી ગયા વિદ્યાર્થીઓએ એસટી બસ દરરોજ એક કલાક લેટ આવવાની કરી છે અનેક રજુઆત કરી છતા પ્રશ્ર્ન ઉકેલાતો નથી છેલ્લા એક મહિનાથી અપડાઉન કરતા નોકરિયાતો પણ આ બાબત થી છે પરેશાન છે. આ અંગે બગસરા ડેપો મેનેજરને બસની અનિયમિતતાની રજુઆત કરતા ડેપો મેનેજર ભડકીયા અને વિદ્યાર્થીઓ પર પોલીસ ફરિયાદની ધમકી આપતા વિદ્યાર્થીઓએ ડેપો મેનેજરની ધમકી સાંભળી ઉશ્કેરાઈ બસને રોકી કર્યો હલ્લાબોલ હતો જોકે આ અંગે બગસરા ડેપો મેનેજર નો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે એસટી કંડકટર ડ્રાઈવર મારૂં કહ્યું માનતા નથી આ દરરોજ ના પ્રશ્ર્ન હોયછે મારે કેટલીક મુસાફરો ની ચિંતા કરવી આ ડેપો મેનેજર ના જવાબ થી એટલું તો સમજી લેવું જોઇએ કે ડેપો ના વડા એવા ડેપો મેનેજર નો કોઈ પાવર કે હોલ્ટ નથી લાગતો