વડિયામાં આજથી સ્વયંભુ લોકડાઉનનો નિર્ણય બપોરનાં 4 વાગ્યા પછી ગામ બંધ

  • કોરોનાને હરાવવા સજ્જ થતું વડિયા
  • દુધનો સમય સાંજે 6:30 થી 8:30 ચેમ્બર ઓફ કોમર્સ વડિયા દ્વારા આવકારદાયક મહત્વનો નિર્ણય

કોરોનાના સંક્રમણને રોકવા માટે કોરોના વોરીયર્સ તરીકે વડિયા ગામે આવકારદાયક નિર્ણય લઇ અને સ્વયંભુ લોકડાઉનનો અમલ નક્કી કર્યો છે સરપંચશ્રી છગનલાલ ઢોલરીયાએ જણાવ્યુ હતુ કે આજે વડિયા ચેમ્બર ઓફ કોમર્સે નિર્ણય કર્યો છે કે દરેક વ્યક્તિએ માસ્ક ફરજિયાત પહેરવુ, બંધ દરમિયાન બિનજરૂરી બહાર નીકળનાર સામે કાયદેસરની કાર્યવાહી, બહારથી માલ વેચવા વાળાને પ્રવેશ બંધી, બહારગામથી આવતા લોકોનું ચેકીંગ ફરજીયાત, સોશ્યલ ડીસ્ટન્સીંગ સાથે તા.9 થી 31 સુધી સવારે 7 થી બપોરના 4 વાગ્યા સુધી અને દુધ માટે સાંજે 6:30 થી 8:30 ગામ ખુલ્લુ રહેશે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ અંગે વડિયા મામલતદારશ્રીને જાણ કરવામાં આવી છે.