વડિયામાં આધેડે આર્થિક ભીંસ થી કંટાળી જઇને જીવન ટુંકાવ્યું

વડિયા, કોરોના કાળ માં અનેક ધંધા રોજગાર ઠપ્પ થતા લોકોની રોજગારી છીનવાઈ છે.
હજુ પણ અનેક લોકો બેરોજગાર છે. ત્યારે વડિયા ના આંબેડકર નગર માં રહેતા અને મજૂરી કામ કરી પોતાના પરિવાર નુ ગુજરાન ચલાવતા દલિત આધેડ રામજીભાઈ શામજીભાઈ સોહલિયા નામના વ્યક્તિ એ કામ ધંધો ચાલતો ના હોય આર્થિક સંકળામણ ના કારણે આત્મવિલોપન કરી પોતાનુ જીવન ટુકાવ્યુ છે. ત્યારે કોરોના કાળની બેરોજગારી એ આધેડ ની આત્મહત્યા થી સમગ્ર વિસ્તાર માં શોક નુ મોજું ફરી વળ્યુ છે.