વડિયામાં કન્ટેનમેન્ટઝોનનાં જાહેરનામાનો કડક અમલ કરાવતુ તંત્ર

વડિયા,
સમગ્ર દેશ કોરોના મહામારી ના અજગર ભરડા માં પીસાઈ રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લા કલેક્ટર દ્વવારા જિલ્લા માં કોવીડ સંક્રમણ નુ વધુ પ્રમાણ ધરાવતા ગામડાઓને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરી જીવન જરૂરી વસ્તુઓ જેવીકે દૂધ, શાકભાજી, કરિયાણા અને દવા સિવાય ની તમામ પ્રવુતિઓ પર તારીખ 20 થી 26 સુધી આઠ દિવસ પ્રતિબંધિત કરી છે. ત્યારે આ જાહેરનામા નો ચુસ્ત અમલ કરાવવા માટે વડિયા મામલતદાર દ્વવારા પોતાની ટીમ સાથે વડિયા ની બજાર માં કોવીડ ગાઇડલાઇન નો ચુસ્ત અમલ થાય તે માટે વહીવટી તંત્ર અને અધિકારીઓ ને કડક સૂચના આપી ને તેની અમલવારી શરુ કરાવી છે.
તેમાં કડક અમલ વારી થી જાગૃતતા આવતા તબેલા માંથી ઘોડા છૂટી ગયા બાદ તાળા મારવા જેવી સ્થિતિ માં વડિયા ના લોકો અને વેપારીઓ એ પણ વડિયા ને બપોરે એક વાગ્યા થી દવાની દુકાનો સિવાય સંપૂર્ણ લોકડાઉન કર્યું હતુ. અને બપોરે એક વાગ્યે વડિયા ની મુખ્ય બજાર માં મૂંગા પશુઓ સિવાય કોઈ જોવા મળતું ના હતું.
આ રીતે કલેક્ટર ના જાહેરનામા નો ચુસ્ત અમલ કરાવવામાં આવશે તો ચોક્કસ વડિયા કોરોના ને મ્હાત આપશે એ વાત નક્કી છે.