- આરોગ્ય વિભાગ, ગ્રામપંચાયત સહીતના કર્મચારી અને આગેવાનોએ સંક્રમણ રોકવા માટે કમર કસી
વડિયા,
સમગ્ર ગુજરાત માં કોરોના સંક્રમણ ઘટ્યું છે. કેટલાય જિલ્લા માં નહિવત સંક્રમણ છે ત્યારે અમરેલી જિલ્લા માં પણ સંક્ર્મણ સાવ નીચલા સ્તર પર હોય અને વડિયા માં કોરોના પોઝિટિવ કેસ નોંધાતા સમગ્ર જિલ્લા નુ તંત્ર દોડતુ થયુ છે. કોરોના પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ દ્વવારા તે પરિવાર ના સભ્યો ના ટેસ્ટ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. તો ગ્રામપંચાયત ના સરપંચ સહીત ના લોકો એ પણ લોકો ને સતર્ક કરી વડિયા ગામમાં ફરી કોરોના માથું ના ઊંચકે તે માટે તકેદારી રાખવા અને પોઝિટિવ વ્યક્તિ ના સંપર્ક માં આવેલા લોકો નો ટેસ્ટ કરાવવા પીએચસી તોરી ના મેડિકલ ઓફિસર અને આરોગ્ય કર્મીઓ એ કમર કસી હતી.હવે આવનારા દિવસો માં સંપર્ક આવેલા લોકો માં બીજા પોઝિટિવ કેસ નોંધાઈ છે કે નહિ તેના પર સૌની મીટ મંડાઈ છે.જોકે તેને કંટ્રોલ કરવા આરોગ્ય વિભાગ પુરી તૈયારી સાથે સક્ષમ હોય તેવુ જોવા મળી રહ્યુ છે.