વડીયા,
સમગ્ર દેશ અને રાજ્યમાં હાલ વર્તમાન સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અને મફત શિક્ષણ ના અધિકાર બાબતે જાગૃતતા દાખવી ઉમદા કામગીરી કરવામાં આવે છે. આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર મોટાપાયા પર ભંડોળ પણ આપે છે. પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ અને બેહરા મૂંગા અને કુંભકર્ણની નિદ્રામાં ઘસઘસાટ ઉઘતા વડિયા ગ્રામપંચાયત ના સત્તાધિશો અને તંત્ર દ્વારા વડીયા ગ્રામપંચાયત પાસે આવેલી પીપળીયા રોડની આંગણવાડી ની ફરતે ગંદકીના ગંજ હોય અને રોગચાળાની ભીતિ વચ્ચે નાના ભૂલકાઓ ત્યાં કિલકિલાટ સાથે શિક્ષણ મેળવતા જોવા મળ્યા હતા આ બાબતે સ્થાનિક સદસ્ય અને જાગૃત નાગરિક દ્વારા સોશ્યલ મીડિયામાં પોસ્ટ વાઇરલ કરી નાના ભૂલકાઓના હિતમાં રોગચાળો ફેલાય અને ભૂલકાઓ રોગના ભોગ બને તે પેહલા તાત્કાલિક સફાઈ કરવા માંગણી કરાઈ હતી. પરંતુ સતાના મદમાં રચતા અને કુંભકર્ણની નિંદ્રામાં ઉઘતા વાડિયા ગ્રામપંચાયતના સત્તાધિશો ના પેટનું પાણી ના હલતા તે બાબતે મીડિયા દ્વારા પણ ટકોર કરતા આંગણવાડીમાં કામ કરતા કર્મચારી દ્વારા મજૂર રાખી સફાઈ હાથ ધરાઈ હતી. વાસ્તવમાં આ આંગણવાડી ગંદકી થી ત્રસ્ત વિસ્તારમાં આવેલી હોવાથી ત્યાં કાયમીમાટે બાળકો રોગના ભોગ બની શકે તેવી સ્થિતિ છે. ત્યારે આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી ,જિલ્લા આરોગ્ય અધિકારી ,તાલુકા વિકાસ અધિકારી વડીયા સ્થળ તપાસ કરી યોગ્ય ગંદકી દૂર કરાવવા અને નાના ભુલકાઓના આરોગ્યની ચિંતા કરવા સ્થાનિક ગ્રામપંચાયત સદસ્ય અને સ્થાનિક આગેવાનોએ માંગ કરી છે. વાસ્તવમાં આ ગંદકી સ્વચ્છ ભારત મિશન અભિયાન અમે સરકારની આ યોજના ને ગાલ પર તમાચો મારતો એક શ્રેષ્ઠ કિસ્સો ગણાવી શકાય આ બાબતે સતા ના મદમાં રચતા સરપંચ અને છાસવારે ઉડાઉ જવાબ આપતા તલાટી પર કડક અભિગમ દાખવી વડીયામાં થતાં રેહણાક વિસ્તાર ,આંગણવાડી તથા શાળાઓ પાસે કચરાના બાબતે કડકાઈ દાખવી ગંદકી દૂર કરવી સ્વચ્છ ભારત મિશનજી ગ્રાન્ટ નો સદઉપયોગ કરાવવો જરૂરી બને