વડિયામાં ત્રણ પેનલ વચ્ચે ટક્કર:સરપંચ માટે 6 મુરતીયા

  • વડિયા તાલુકામાં 39 ગ્રામપંચાયતોની ચૂંટણીમાંથી 2 બિનહરીફ,37 પંચાયતોમાં સરપંચ માટે 131 મુરતીયા મેદાનમાં

વડિયા, સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ની ગ્રામપંચાયત ની સરપંચ અને સભ્યો ની ચૂંટણી ની જાહેરાત બાદ ઉમેદવારી નોંધાવવા ના અંતિમ દિવસે વડિયા તાલુકામાં કુલ 39ગ્રામપંચાયત ની ચૂંટણી માંથી 2 ગ્રામપંચાયત માં સિંગલ ફોર્મ ભરાતા તે બિન હરીફ જાહેર થઇ છે. જેમાં વડિયા ના ખાખરીયા અને અનિડા ગામો બિન હરીફ જાહેર કરાયા છે. જયારે અન્ય 37 ગ્રામપંચાયત માં માં કુલ 131 ઉમેદવારો સરપંચ બનવા માટે ચૂંટણી મેદાન માં જમ્પલાવ્યુ છે. તો સમગ્ર તાલુકા ના ગ્રામપંચાયત ના વોર્ડ માટે 712 ઉમેદવારો વોર્ડ માં પોતાની દાવેદારી નોંધાવી છે.વડિયા કુંકાવાવ તાલુકા ની સૌથી મોટી બંને ગ્રામપંચાયતો વડિયા અને કુંકાવાવ બંને માં ચૂંટણી નો માહોલ ગરમાયો છે ત્યારે ભાજપ નો ગઢ ગણાતા વડિયા માં ત્રણ પેનલો મેદાન માં આવતા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ના નેતાઓ સક્રિય બનતા જોવા મળી રહ્યા છે. ત્રણ પેનલ સાથે અપક્ષ સરપંચ ઉમેદવારો ની ટક્કર થવાની સંભવના છે ત્યારે હાલ અંતિમ દિવસે વડિયા ગ્રામપંચાયત માટે 6સરપંચ ના ઉમેદવારો અને 14 વોર્ડ માટે 48ઉમેદવારો એ દાવેદારી નોંધાવી છે. ત્યારે ભાજપ ના ગઢ ને વેર વિખેર કરવા માટે અન્ય પાર્ટીઓ ની મુરાદ કેટલે અંશે સફળ થશે તે તો આવનારો સમય જ બતાવશે પણ હાલ વડિયાના તાલુકા ના મુખ્ય મથક માં પણ રાજકીય માહોલ ગરમાયો છે તો બીજી બાજુ ઉમેદવારી નોંધાવવા માં અંતિમ દિવસે ઉમેદવારો રાફડો ફાટતા સવાર થી જ: વડિયા મામલતદાર કચેરી ખાતે વાહનોની કતારો સાથે ચૂંટણી લાડવા ઉત્સુક મુરતીયા ની ભારે ભીડ જોવા મળી હતી.