વડિયામાં પોલીસ તંત્ર દ્વારા ઝડપાયેલ ઈંગ્લીશ દારૂના જથ્થાનો બુલ્ડોઝર ફેરવી નાશ કરાયો

વડિયા,
અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા ત્રણ જિલ્લા ની સરહદી વિસ્તાર છે. વડિયા મા આવેલા તાલુકા પોલીસ સ્ટેશન ની વિવિધ બ્રાન્ચ અને વડિયા પોલીસ દ્વારા ઝડપી પાડેલ ઇંગ્લિશ દારૂ ના જથ્થા ના સંગ્રહ ને અધિકારી ની હાજરીમા નાશ કરવામાં આવ્યો હતો. વડિયા ના અમરનગર રોડ પર આવેલા ડામ્પીંગ સ્ટેશન પાસે પ્રાંત અધિકારી પૂજા જોટાગિયા, ડિવાએસપી ભંડારી, મામલતદાર ખોડભાયા,શિરસ્તેદાર ભીંડી, પીએસઆઇ સેંગલિયા સહીત અધિકારીની હાજરી મા 2957 ઈંગ્લીસ દારૂ ની પકડાયેલી બોટલ ના જથ્થા ને પેકીંગ માંથી ખુલ્લો કરીને ગ્રાઉન્ડ મા પાથરી હાજર પરના અધિકારી દ્વારા તેની ગણતરી કરી ને તેના પર બુલડોઝર ફેરવવા મા આવ્યુ હતુ. એકી સાથે મોટા જથ્થા મા દારૂનો નાશ કરવામા વડિયા મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર નો સ્ટાફ પણ જોડાયો હતો. જોકે વડિયામાં ભારે વાહનો અને કર્મચારીઓ અને હાજર મજૂરોની અછત ના કારણે વડિયા પોલીસના જવાનો અને મહિલા પોલીસ કર્મીઓ પણ દારૂના જથ્થાની પેટીઓ ટ્રેક્ટર માથી ઉંચકીને પોતાની ફરજ નિષ્ઠા નિભાવતા જોવા મળ્યા હતા.