વડિયામાં મંગળવારી બજાર ભરવાની મનાઇ છતાં કોરોનાની ગાઇડ લાઇનનાં ધજાગરા ઉડાડ્યાં

વડિયા,
કોરોના પ્રોકોપ ના કારણે આજે સમગ્ર દેશ અને દુનિયા પીડિત બની છે.ત્યારે સરકાર દ્વવારા કોરોના સંક્રમણ વધતુ રોકવા માટે સોશ્યલ ડિસ્ટન્સ નુ પાલન સહીત ની ગાઇડલાઇન બનવવા અને તેનું પાલન કરવા વહીવટી તંત્ર ને તેનો અમલ કરવા જણાવાયું છે. વડિયા માં દર મંગળવારે આસપાસ ના તાલુકા ના લોકો ચીજવસ્તુઓ વેચવા માટે વડિયા ગામમાં મંગળવારી હાટ બજાર ભરાતું હતુ. જે વડિયા ગ્રામપંચાયત દ્વવારા ઠરાવ કરી કોરોના મહામારી માં તેને બંધ કરવા જણાવેલ હતુ. જેની જાણ બજાર માં વસ્તુઓ વેચવા આવતા લોકો ને, મામલતદાર અને વડિયા પોલીસ ને પણ કરવામાં આવેલ હતી. પરંતુ તારીખ 05/10ના રોજ આ બજાર શરુ થતા લોકો ની ભીડ એકત્ર થતા વડિયા ગ્રામ પંચાયત ના ઉપ સરપંચ દ્વવારા માઈક થી રૂબરૂ જાહેરાત કરી તેને બંધ કરાવવા માં આવ્યુ હતુ. પરંતુ આ મંગળવારે ફરી વેપારીઓ આવતા ભીડ એકત્ર થતા જાણે વડિયા ની બજાર માં લોકો ને કોઈ કોરોના સંક્રમણ ની પરવા જ ના હોય તેમ મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો.