વડિયામાં રશિયા થી આવેલા યુવાન નું ઘર તંત્ર દ્વારા કોરન્ટાઇન કરાયું

વડીયા,
કોરોના વાઇરસે આજે આખા વિશ્વ ને તેના અજગર ભરડા માં લીધું છે ત્યારે તંત્ર અને સરકાર દ્વવારા તેને ડામવા માટે પુરા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેમાં બીજા રાજ્ય અને વિદેશ થી આવતા લોકો ની મેડિકલ તપાસ અને તેની સંપૂર્ણ વિગત એકથી કરવામાં આવી રહી છે. ગઈ કાલે કોરોના કર્ફ્યુ ના દિવસે રાત્રે વડિયા ના એક શિક્ષક નો પુત્ર આદિ ગાંવિત રશિયા થી આવતા તેમના જાગૃત પિતા દ્વારા સામે થી આરોગ્ય વિભાગ ને અને તંત્ર ને જાણ કરી હતી એટલે તંત્ર પણ હરકત માં આવીને તરત જ એ યુવાન ની તપાસ અને પૂછપરછ કરી તેમના ઘર ને કોરન્ટાઇલ કરવામાં આવ્યું છે. અને તેમના પરિવાર ના લોકો ને પણ કામ સિવાય બહાર ના જવું અને લોકો ના સંપર્ક માં ના આવવા જણાવાયું છે. લોકો એ પણ આવી કોઈ વ્યક્તિ બહાર થી આવે તો સામે ચાલી ને તંત્ર નું ધ્યાન દોરવું જોઈ એ જેથી આ કોરોના વાઇરસ ને દેશ માં કંટ્રોલ કરી શકાય.