વડિયામાં વિદ્યાર્થીઓની સંપુર્ણ ફી સરપંચ દંપતી ભોગવશે

વડિયા,
કોરોના કાળ મા લોકો ની આર્થીક મુશ્કેલીઓ વધી છે ત્યારે શિક્ષણ ફી નો પ્રશ્ન હાલ સમગ્ર રાજ્ય મા ચકડોળે ચડ્યો છે. વડિયા ની ગ્રામપંચાયત સંચાલિત શ્રી સુરગવાળા સાર્વજનિક હાઈસ્કૂલ મા ધોરણ નવ અને દશ મા પ્રવેશ લેતા તમામ બાળકો ની ફી વડિયા નુ સરપંચ દંપતી રમાબેન અને છગનભાઇ ઢોલરીયા દ્વારા ભરી આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગામ ના લોકપ્રિય સરપંચદંપતી દ્વારા કોરોના કાળ મા પણ ખુબ સારી કામગીરી કરી વડિયા ના લોકો ને કોરોના થી બચાવ્યા છે. હવે લોકો ની આર્થિક મદદ કરી ખાનગી શાળાઓ ની તગડી ફી મા મુક્ત કરવા ગ્રામપંચાયત સંચાલિત હાઈસ્કૂલ ને મફત શિક્ષણ આપતી સંસ્થા કોરોના કાળ મા બનાવી લોકો ને ફી ભરવા નો પ્રશ્ન દૂર કરી આપ્યો છે. આ જાહેરાત થી ખાનગી શાળા ના વિદ્યાર્થીઓ પણ ગ્રાન્ટેડ શાળા મા દાખલ થતા જોવા મળી રહ્યા છે.આ સરાહનીય નિર્ણય થી ગામલોકો મા સરપંચ દંપતી ની સરાહના થઇ રહી છે.