વડિયામાં સુરવો ડેમ 80 ટકા ભરાતા લોકોને એલર્ટ કરાયા

  • સુરવો ડેમમાં હજુ પણ સતત પાણીની ધીમી આવક યથાવત

વડિયા, વડિયા ની સુરવો નદી પર આવેલા સુરવો-1ડેમ જે વડિયા થી અમરેલી રોડ પર આવેલો છે. આ ડેમમાં વાડિયાની ઉપરવાસ ના ગામડા મોરવાડા, ખનખિજડીયા, રામપુર, તોરી, અરજણસુખ વગેરે ગામડામાં થયેલા વરસાદ નું પાણી આ ડેમ માં આવે છે. છેલ્લા ત્રણ દિવસ થી વડિયા અને ગ્રામીણ વિસ્તારમાં વરસતા વરસાદ ના કારણે ડેમ માં પાણી ની આવક થતા ડેમની 80%થી વધુ સપાટી ભરાઈ જતા અને હજુ ધીમી પાણી ની આવક ચાલુ હોવાથી જો હવે વરસાદ થાય તો ડેમ ઓવરફ્લો થવાની શક્યતા હોવાથી ડેમ સાઈટ પરના સેક્શન અધિકારી દ્વારા કલેક્ટર, પ્રાંત, મામલતદાર, ટીડીઓ અને પોલીસ ને જાણ કરી વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તાર ને સાવચેત રહેવા અને નદીના પટ માં અવરજવર ના કરવા સૂચના આપવામાં આવી છે. વડિયા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસ વરસતા વરસાદ થી મેઘમહેર થતા આ વિસ્તારમાં માં પાણી ની સમસ્યા નો અંત આવ્યો છે. લોકો અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.