વડિયા , અમરેલી જિલ્લા કલેક્ટર દ્વવારા વધુ કોરોના સંક્ર્મણ ધરાવતા 12 ગામોમાં કંટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. તેની મુદત 26તારીખે રાત્રે પૂર્ણ થતા તારીખ 27ના સવાર થી વડિયા ની બજારો રાબેતા મુજબ ખુલી હતી. પરંતુ કોરોના સંક્ર્મણ નુ સ્થિતિ હજુ ગંભીર જણાતા ફરી બપોર બાદ કંટેનમેન્ટ ઝોન ને 5 મેં સુધી લંબાવવા નો હુકમ કરવામાં આવ્યો છે. હવે ફરી જીવન જરૂરી દૂધ, શાકભાજી, કરિયાણા અને દવા સિવાય ની તમામ ચીજવસ્તુ ની દુકાનો 5મેં સુધી બંધ રહેશે. અને ફરી વડિયા ની મુખ્ય બજારો પોલીસ છાવણી માં સતત જોવા મળશે. જોકે લેબોરેટરી અને દવાખાના માં ઉભરાતા દર્દીઓ ની સંખ્યા જોતા કોરોના ની વાસ્તવિક સ્થિતિ ની સમીક્ષા કર્યા બાદ ફરી કંટેનમેન્ટ ઝોન મુદત વધારવી ખુબ જરૂરી હતી. આ બાબતે વડિયા ના લોકો અને વેપારીઓ એ પણ બપોર બાદ સ્વૈચ્છીક લોકડાઉન પડ્યું હતુ.